________________ (પર) છે, પણ તેને કોઈ પણ રીતે હમણું પકડી લાવીશું. તે નાશીને ક્યાં જશે ? આવી રીતે રાજાને સમજાવી સભા વિસૈજન કરી. મહાસેન આવો ન્યાય જોઈ મનમાં સમજી ગયે કે અહીં રનોની ફરીયાદ કરવા જતાં વખતે પ્રાણની આશા પણ છોડવી પડશે તેથી ગુપચુપ નીકળી કપટકસ્યાને ઘેર જઈ તેને સવિસ્તર હકીકત નિવેદન કરી. - દેહરે. વેશ્યાને સંભળાવતાં, દયા આવી ગઇ દીલ; આણ આપું રત્ન તેહ, થાય નહીં કોઈ ઢીલ, ધીરજ આપી શેઠને, થઈ તીહાં તૈિયાર; સાર વસ્તુઓ સાથે લેઈ, ચાલી ચતુરા નાર, આથી વેશ્યાએ પિતાના ઘરની સઘળી અમૂલ્ય વસ્તુઓ લઈને થાપણુ રાખેલ વચનામતિ શેઠને ત્યાં જઈને કહેવા લાગી કે મારી બહેન વસંતપુરમાં માંદી છે અને તે મરવાની અણી ઉપર છે માટે તેને મળવા માટે હું જાઉં છું. વળી તેને જે કાંઈ થશે તો હું પણ તેના વિયોગમાં જીવતી બળી મરીશ. તેથી હે શેઠ! આ ઊંટ ઉપર ચઢાવેલું સવળું ધન ધર્મમાર્ગ વાપરવાનું છે તે આપ તે ધન તપાસી લો? શેઠે લોભને લીધે વાત કબુલ કરીને માલ તપાસવા માટે ગયા. તેવામાં પ્રથમથી ગોઠવણ કર્યા મુજબ મહાસેન ત્યાં આવી શેઠની પાસે પિતાનાં રનો ભાગવા લાગ્યો, તેથી શેઠે વધારે લક્ષ્મીના લોભે જઈ ગુપ્ત રાખેલાં ચાર રત્નો તેને પાછાં આપ્યાં. પછી જ્યારે શેઠ પાસે પાંચમા રત્નની માગણી. કરી ત્યારે બીજાને ત્યાં ગીરો મુકેલું હોવાથી દ્રવ્ય આપી પિતાના છોકરા મારફતે મંગાવી આપ્યું. તેથી મહાસેન પાંચે રત્નો લઈ નીકળ્યો. ત્યારે વેશ્યાએ પ્રથમથી સંકેત કરી રાખેલો માણસ વધામણ લઈ આવ્યો કે તમારી બેનની તબીયત તદન સારી થઈ ગઈ છે તેથી તમારે ત્યાં જવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust