________________ કરશે નહિ તે પછી પરભવમાં તિર્યંચ નરકાદિક ગતિને વિષે પરતંત્રપણે અગણિત દુઃખ ભોગવવા પડશે. આ સંસારમાં જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, શોક તથા મરણનું દુઃખ એ પ્રમાણે અનેક દુઃખો ભરેલાં છે; તે છતાં તેને વિષે આશક્તપણું કેમ ધારણ કરી રહ્યા છે? જ્યાં સુધી ઇકિઓની હાની થઈ નથી એટલે પાંચે ઇતિઓ પૂર્ણ છે. જ્યાં સુધી જરા રૂપ રાક્ષસણું પ્રગટ થઈ નથી એટલે વિશેષ પ્રકારે પરિક્રુરણું પામી નથી. વળી જ્યાં સુધી રોગ રૂ૫ વિકાર પ્રગટ થયો નથી અને જ્યાં સુધી મૃત્યુ ઉદય પામ્યું નથી ત્યાં સુધી હે જી ! તમે ધર્મનું આરાધન કરે. જ્યારે ઇન્દ્રિઓ શિથિલ થશે, જરા આવી લાગશે, રોગ પ્રગટ થશે અને મૃત્યુ નજીક આવેલું જણાશે; ત્યારે શી રીતે ધર્મનું આરાધન કરશો? જે પ્રાણી આવે સમય ઓળખતો નથી, સમયાનુસાર કાર્ય કરી લેતો નથી તે પ્રાણુને પાછળથી પસ્તાવું પડે છે. જેમ ઘરમાં ચારે દિશાએ આગ લાગે છે ત્યાર પછી કોઈ પ્રમાદી છવ કુવો ખોદીને પાછું કાઢી શકતો નથી; કેમકે તે વખત તતકાળ પાણી જોઈએ છીએ. તેમ હે ભવ્ય પ્રાણીઓ ! જ્યારે કાળ સમીપ આવશે અને મૃત્યરૂપી અગ્નિ ફરી વળશે ત્યારે પછી ધર્મનું આરાધન કેવી રીતે કરી શકશો? કાંઈ પણ થઈ નહિ શકે માટે જે થાય તે હાલજ કરી . વળી હે ભવ્ય છે! તમે નિરંતર તમારા કુટુંબને મારું કુટુંબ, મારું કુટુંબ કલ્યા કરે છે પરંતુ એ તમારું કુટુંબ કયાંથી આવ્યું છે અને કયાં જશે? અને તેમજ તમે પણ કયાંથી આવ્યા છો અને ક્યાં જશે? એની પરસ્પર કાંઈ પણ ખબર નથી, કોઈપણ સંબંધ નથી, સાથે આવ્યા નથી, સાથે જવાના નથી તે. પછી તમે કોણ અને કુટુંબ કોણ? કોઈ કોઈનું નથી, માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust