________________ ( 45 ) પલાયન કરવાની શક્તિ હોય અથવા જે જાણતા હોય કે હું તો મરવાનેજ નથી તે તો એમ ધારે કે હું આગામીકકાળે ધર્મ કરીશ. પરંતુ જેને મરણ સાથે મિત્રાઈ નથી, જેનામાં મરણથી દૂર પલાયન કરી જવાની શક્તિ નથી અને જે જાણે છે કે હું તો નિશ્ચય મરવાને છું તે પ્રાણી એમ કેમ વિચારે કે હું આગામીકકાળે ધર્મ કરીશ? તેમ હે ભવ્ય પ્રાણીઓ ! તમારે પણ જે ધર્મકાર્ય આજ થતું હોય તે કાલ ઉપર રાખવું નહિ, કારણ કે આયુષ્ય ચંચળ છે તેને બીલકુલ ભરૂસો નથી. જેમ કેશરી સિંહ હરણને તેના યુથમાંથી ગ્રહણ કરીને લઈ જાય છે, તેમ કાળ આયુષ્યને અંતે સ્વજનાદિકના યુથમાંથી એકલે લઈ જાય છે. તે સમયે તેને માતા, પિતા, મિત્ર, પુત્ર, ભાઈ, ભાર્યાદિ કોઈ સહાય થતાં નથી, સૈના દેખતાં જીવ એકલો ચાલ્યો જાય છે. આ જીવને જીવિતવ્ય છે તે જળના બિંદુસમાન છે. જેમ જળનું બિંદુ, થોડો સમય રહીને નાશ પામે છે તેમ જીવિતવ્ય પણ વખતજ રહે છે. સંપત્તિ એ પાણીના કલ્લોલ જેવી ચંચળ છે અને પુત્ર પુત્રાદિની ઉપરનો જે સ્નેહ છે તે પણ સ્વમ સમાન છે માટે જે કાંઈ ધર્મકરણું બને તે કરવી, તેજ આ સંસારમાં સાર છે. હે ભવ્ય પ્રાણીઓ! ધર્મકરણ કરતાં શરીરને સહજ કષ્ટ પ્રાપ્ત થાય છે તે તમે તેને સહન કરી શકતા નથી, પરંતુ પૂર્વે આ જીવે નરકને વિષે નારકીપણે ભયંકર દુઃખ ભોગવ્યાં છે એટલું જ નહિ, પણ તે કરતાં અનંતગણું દુઃખ જીવે નિગોદને વિષે ભગવેલાં છે માટે તેને વિચાર કરી ફરીને તેવાં દુઃખ પ્રાપ્ત ન થવા સારું સ્વતંત્રપણે ધર્મસિદ્ધિ ન કરતાં જે કાંઈ કષ્ટ સહન કરવું પડે તે કરે. . જે સ્વતંત્રપણે વ્રત તપસ્યાદિનું અણુમાત્ર કષ્ટ સહન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust