________________ થયે હર્ષ સીપાઇને દેખીને તે, - નહીં દેખતાં શેયામાં કેણુ સુતે. દેહરે. એકસપે શા ધરી, આવ્યા સુભટ સાથ; પાપી સસરાને હણ્ય, જે તેઓને નાથ, પુરે મરેલો જાણીને, લેહી વહેતું અંગ; ફેકયું જઈ કુવા વીષે, વાળી લીધો ખંગ, સીપાઈઓએ તેને રાત્રીને વિષે શેધવા ઘણે પ્રયત્ન કર્યો. પણ તેને પત્તા નહીં લાગવાથી કંટાળીને પાછા ફર્યા તે સમયે શૈય્યામાં કોઈને સુતેલો જોયો, ત્યારે તેઓએ જાણ્યું કે તે લઘુશંકા કરવા ગયા હશે ને તે પાછો નિઃશંકપણે આવીને સુતો છે માટે હવે તેને મારી નાંખવો તેથી તેઓ ધીમેથી તેના ઉપર ઘા કરવા લાગ્યા. લેહી વહેતું દેખીને તથા તેને મરી ગયેલો જાણી તેઓ પિતાના મનમાં દુશ્મનને માર્યો એવું જાણુને તે મુડદાને કુવામાં નાંખવા સારું ગયા. વળી તેઓને સો સો સોનામહોરે મળવાથી આપશું દારિદ્ર જશે તેથી મનમાં મલકાતા હતા. પ્રાતઃકાળે શેઠની, કુવા, તળાવ આદિ સ્થળોએ શોધ કરતાં તેનું માત્ર લોહીલોહાણ થયેલું જીવરહીત હાડપીંજર હાથમાં આવ્યું તેથી સર્વ રડવા લાગ્યા. પછી જ્યારે સાધુદતે સીપાઈઓને પુછયું ત્યારે તેઓએ બનેલી સર્વ હકીકત કહી સંભળાવી. પિતાના વૃદ્ધ બંધુના અકસમાત મૃત્યુથી અત્યંત ક્રોધાતુર થઈ તે પણ છાતી કુટતો અને અતિ આક્રંદ કરતો તેજ દીવસે પંચત્વને પામ્યો. તેથી સ્વજન સંબંધીઓ પણ થયેલા કૃત્યથી દીલગીર થયા તથા સ્વકૃત્ય પ્રત્યેનો પશ્ચાતાપ કરતા તેઓ પણ શોક્યુક્ત થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust