________________ ( 10 ) પિતાના મહેલમાંથી અપહરણ કરાવી પિતાની પાસે મંગાવી. તે રાક્ષસોએ કન્યાને લાવીને સેંપી, ત્યારે રાવણે વિદ્યા નામની દેવીને બોલાવીને કહ્યું કે, તારું તિમિંગલ (માછલાં) ના આકારે પર્વત જેવું મોટું રૂ૫ આકર્ષી આ દાંતની બનાવેલી પેટીમાં ચંપાવતી કન્યાને મુકીને તે પેટી તારા મુખમાં રાખી સત્તર દિવસ સુધી ગંગા અને સમુદ્રને જ્યાં સંગમ થાય છે ત્યાં મધ્ય ભાગે રહે. તત્કાળ તે દેવી તેનું વચન પ્રમાણુ કરતી હતી. ત્યાર પછી રાવણે તક્ષક નામને કોઈ વ્યંતર દેવ છે તેને બોલાવીને કહ્યું કે તું આ ચંપાવતિ કન્યાને પરણવા સજજ થયેલા રત્નકુમારને હંસ. (કરડ) તે દેવે તેને કરડતાં મૂછને પામે. તે બેભાન થયેલા કુમારને જાગૃત કરવા રાજાએ મંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે અનેક ઉપચાર કરવા છતાં આરામ ન થવાથી તેઓએ રાજાને કહ્યું કે - શાસ્ત્ર માંહી ભાખીયું, સાપે કરડ જેહ, મુછ રહે ખટુ માસની, મુકે જલમાં તેહ, વૈદોના કહેવાથી રાજાએ તેને અગ્નિમાં ન બાળતાં પેટી મળે મુકીને તેને ગંગા નદીમાં વહેવડાવી દીધી. તે દૈવ યોગ્યે વહેતી વહેતી જ્યાં કન્યાને રાખવામાં આવી હતી તે સ્થળે આવી પહોંચી. સતરમે દીવસે કન્યાને રાખવાવાળી દેવી પ્રભાતમાં વિચાર કરવા લાગી કે ઘણા દીવસ આ કન્યા વાળી પેટીને મુખમાં રાખવાથી થાકી ગઈ છું અને ચાલવાને શક્તિ પણ નથી તેથી પોતાને સોંપેલું કાર્ય ભુલી જઇને તે વિચાર કરવા લાગી કે ડીવાર આ કન્યાને પેટી મધ્યેથી બહાર કાઢીને ગંગા સાગરમાં ક્રિડા કરું એમ વિચારી લગ્નના દિવસે એટલે કે સતરમા દિવસે તે પેટી બહાર કાઢી નજીકના તટમાં મુકી પેટી ઊઘાડી કન્યાને દેવી કહેવા લાગી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust