________________ ( 7 ) કારણકે તેના પ્રમાણમાં પુત્રીનું રૂપ તથા ગુણ હોવા જોઈએ. તે જાણતો હતો કે જેને પુર્વે પુરાં પુન્ય કર્યા તેજ નાગ સરખા ચોટલાવાળી સુંદરી તે ભાગ્યવાન કુમારને પરણશે. અહો નાગકન્યા, ખરે આવી આજે; પુરા પ્રેમથી દેખતાં શોધી રાજે કને રાખતાં યોગ્યતા, દેખી બેની; કરી નિર્ણયે જેડી છે, સાથ તેની જ્યારે રાજાએ બોલાવેલી રાજ્યકન્યા ત્યાં આવી, ત્યારે રાજાએ તેના રૂપથી ચકિત થઈ વિચાર્યું કે આ નાગકન્યા શું આવી છે? પણ જ્યારે બરાબર નીશાનીપુર્વક ખરા ભાવથી તપાસીને જોઈ ત્યારે પિતાની રાજકન્યાને ઓળખી તેની સાથે પેલી છબી સરખાવી ત્યારે બન્નેનું રૂપ મળતાં રાજાએ નિર્ણય કરીને તેની સાથે કન્યાને પરણાવવા વિચાર્યું. દેહરા. જોશીને લાવતાં, જે તેણે લગ્ન; દીન સત્તરમાં આવતું, બાર વર્ષ પછી વિષ્ણ, વિચાર કરી જેશીને બોલાવ્યા ત્યારે તરતજ જોશીઓએ લગ્ન જોઈ કહ્યું કે સત્તર દિવસમાં નિર્વિન લગ્ન આવે છે પણ ત્યાર પછી બાર વર્ષ સુધીમાં પણ જે લગ્ન આવે છે તે વિનવાળું જ આવે છે. ભુજંગી છંદ. પછી રાય પુછે, ગુણું જેહ મંત્રી; વીચારી વદે, તર્કમાં જેહ તંત્રી. મુકે સાંઢણી, શીઘતા વેગવાળી; લઈ આવે કુમારને, ભાગ્યશાળી તેથી રાજાએ વીચારમાં પડી જે ગુણવાન મંત્રી હતા તેની સલાહ પુછી. ત્યારે તર્ક કરવામાં જે તંત્રી હતા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust