________________ જેમ નાના કાર્યમાં, નર્તકી ભુલે તાલ; ખેદજ વ્યર્થ પામવા, બની જાય બેહાલ. અતિ શોભાયમાન એવી રત્નસ્થળ નામે નગરીને વિષે રત્નસેન નામે રાજા રાજ્ય કરે છે. તેને બહોતેર કળામાં નિપુણ એવો રત્નદત્ત નામે પુત્ર છે તે જ્યારે યુવાવસ્થામાં આવતાં તેના રૂપગુણને અનુસરતી અતિ રૂપવાળી કન્યાને શોધવા સારું તેના પિતાએ કુમારની રૂ૫ પત્રીકા ચીત્રાવી અને જન્મ પત્રીકા આપીને ચારે દિશાએ સોળ સોળ મંત્રીને મેકલ્યા. ત્યારે જે પુર્વ દિશામાં મંત્રીઓ ગએલા હતા તેઓએ ઘણી શોધ કરવા છતાં પણ તેને યોગ્ય કન્યા ન મળવાથી તેઓ વિલખે મહેડે ઉદાસીન ચેરે પાછી વળ્યા. કારણકે જેમ નાચનારી નાચવાના વખતે નાટકમાં તાલમેલ ભુલી જાય તો તેની કેવી દશા થાય છે? તેમ તેઓ પણ ખેદ પામી નગરને વિષે પાછા આવ્યા. હવે ઉત્તર દિશામાં ગયેલા સેળ મંત્રીઓ ભમતાં ભમતાં ગંગા નદીના કિનારે આવ્યા. ત્યાં ચંદ્રસ્થળ નામે નગરને વિષે ચંદ્રસેન નામે રાજા . તેની ચંપાવતી નામની કન્યા ચેસઠકળામાં નિપુણ અને દેવીના સરખી રૂપને પાત્ર છે. તે સભામાં જઈ મંત્રીઓએ પોતાના રાજ્યકુમારની છબી તથા જન્મપત્રીકા રાજાને બતાવી. - ભુજગી છે. છબી જન્મની પત્રિકા સાથ જેની, ખરે મેળવું પુત્રીને સાથ તેની; અતિ રૂ૫ લાવણ્યથી શેભા તેની પુરાં પુન્યથી પશે નાગ વેણી રાજાએ તે છબી તથા જન્મપત્રીકા જોતાંજ તેનું અનુપમ રૂપ તથા પ્રબલ ઉંચ સ્થાને પડેલા ગ્રહો જોઈ તે રાજકુમારની સાથે પોતાની પુત્રીનું રૂપ મેળવવાને તેને બેલાવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust