________________ પ્રથમ પરિચ્છેદ 1 सुगतान्ससुतान्सधर्मकायान् प्रणिपत्यादरतोऽखिलांश्च वन्द्यान् / सुगतात्मजसंवरावतारम् कथयिष्यामि यथागमं समासात् / / 1 / / 1. બુદ્ધોને, તેમના પુત્રોને (બેધિસોને), અને તેમના ધર્મકાયને આદરથી નમસ્કાર કરી અને સર્વ પૂજ્યોને આદરથી નમી હું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ટૂંકામાં સુગતના પુત્રના સંવરને (ચર્યાને) અવતાર કહીશ.. 1 2 न हि किंचिद् अपूर्वम् अत्र वाच्यम् ____ न च संग्रंथनकौशलं ममास्ति / अत एव न मे परार्थचिन्ता __ स्वमनो भावयितुं कृतं मयेदम् // 2 // 2. આમાં મારે કોઈ નવીન કહેવાનું નથી, તેમ જ મારામાં કોઈ રચનાકૌશલ્ય નથી; આથી જ મને (આમાં) પરોપકાર કરવાની કઈ ચિંતા નથી. મારા પિતાના મનને જ સુસંસ્કારી કરવા માટે મેં આ રચના કરી છે. 2 1. સુગતના પુત્ર : સુગત = ભગવાન બુદ્ધ, સુગતના પુત્ર = ભિક્ષુઓ. 2. સુગતના પુત્રના સંવરનો અવતાર કહીશ = ભિક્ષુકોની ચર્યામાં પ્રવેરા કેમ કરવો વગેરે બાબતો વર્ણવીશ. 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust