________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક સંબી સંતોષ ન માનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરવો તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જે જગતનાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણી કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પિતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પોષવી; તે એવી રીતે કે, મારે પિતાએ સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાને પોતાની જ પેઠે ગણવાં. ખરી રીતે તથાગત બુદ્ધ બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભારપૂર્વક વારંવાર ઉપદેશ કર્યો, ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું અને એવી મૈત્રીને પરિણામે જગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પિતાની કવિતામાં ગૂંથે છે. જેમ ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં– न त्यहं कामये राज्यं न स्वर्ग नापुनर्भवम् / . कामये दुःखतप्तानां प्राणिनाम् आतिनाशनम् // –એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમ જ શાંતિદેવે બધિર્યાવતાર'માં એવી ભાવના કવી છે. “બોધિચર્યાવતાર વાંચતાં એ છાપ નથી પડતી કે શાંતિદેવ ત્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્ગણ કેળવવાની છે. અધ્યાપક કસબીજી આમ તે સ્થવિરમાર્થી બૌદ્ધ પરંપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વાલ્મયના પારદશી વિદ્વાન હતા. પણ તેમનામાં મેં જે મૈત્રી અને કરુણા વૃત્તિનો ઉદ્રક જાતે અનુભવ્યો. છે, તેની શાંતિલના તેવા ઉદ્રક સાથે તુલના કરું છું તે કહ્યા સિવાય 1. સરખાવે - " બોધિચર્યાવતાર 'આઠ પરિચ્છેદ, લોક 10108. 2. “ધિચર્યાવતાર' આઠમો પરિચ્છેદ, બ્લેક 90 અને 94. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust