________________ શ્રી. ધર્માનંદ કસબીજી અંગે ફરીને 1918-22, 1926-27 અને ૧૯૩૧-૩ની સાલ દરમ્યાન અમેરિકાનું નિમંત્રણ મળ્યું હતું. વળી અધ્યાપન-કાર્ય અંગે રશિયાની લેનિનગ્રેડ યુનિવર્સિટીમાં પણ ૧૯૨૯-૩૦માં રહ્યા હતા અને ત્યાં પ્રો. શેરબસ્કીને તેમણે બૌદ્ધ ગ્રંથના સંપાદનકાર્યમાં મદદ કરી હતી. દરમ્યાન પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં પાલિના અધ્યાપક તરીકે છ વર્ષ (1912-18) કામ કરીને શ્રી. રાજવાડે, શ્રી. બાપટ વગેરે જેવા કેટલાક સારા પાલિ વિદ્વાન તેમણે તૈયાર કર્યા. ૧૯૨૨માં અમેરિકાથી પાછા આવી ત્રણ વર્ષ તે “ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા, અને ત્યાં તેમણે અધ્યાપન તેમ જ લેખન કાર્ય કર્યું. ૧૯૨૭માં અમેરિકાથી પાછા આવ્યા બાદ પણ તે ગૂજરાત વિદ્યાપીઠમાં ફરીથી રહ્યા, ત્યારે તેમણે બીજાં બેએક ઉપયોગી પુસ્તકો તૈયાર કર્યા.* ૧૯૩૦માં રશિયાથી તે પાછા આવ્યા ત્યારે તે દાંડીકૂચને ઐતિહાસિક જમાનો આવી ગયો હતો. ધર્માનંદજી તરત સત્યાગ્રહી સ્વયંસેવક તરીકે મુંબઈ ખાતે જોડાયા અને ૧૯૩૦માં વિલેપારલેમાં તેમને દોઢ વર્ષની સખત કેદની સજા થઈ. જોકે, તે સજા પાછળથી ગેરકાયદેસર કરતાં બે માસમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૯૩૪ની સાલમાં છએક મહિના બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અતિથિ તરીકે રહ્યા બાદ તે કાશી વિદ્યાપીઠમાં પિતાને માટે બાંધી આપેલા મકાનમાં રહેવા લાગ્યા. પછી મુંબઈના મિલ * શ્રી ધર્માનંદજીનાં ગુજરાતીમાં નીચે મુજબ પુસ્તકે પ્રસિદ્ધ થયાં છેઃ બુદ્ધ, ધર્મ અને સંઘ (1911); બુદ્ધલીલા સારસંગ્રહ (1923) [ પછી એ જ પુસ્તક “બુદ્ધલીલા” નામે પ્રસિદ્ધ થયું છે.]; ધમ્મપદ (1924); આપવીતી, સમાધિમાર્ગ, બૌદ્ધસંઘને પરિચય (ત્રણે પુરત 1925); સુત્તનિપાત, ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદ [મઝિમનિકાચ! (બંને પુરતો 1931); બુદ્ધચરિત, હિંદી સંસ્કૃતિ અને અહિંસા (બંને પુરત 1937); અભિધર્મ (1944). છે. મા તાર/NR પર ન મe ના પૈર નાના નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust