________________ 12 * બેધિચર્યાવતાર ભાડાની જોગવાઈ કરવાનું પણ એ વિદ્યાર્થીઓએ માથે લીધું. એટલે ધર્માનંદજી બ્રહ્મદેશ જવા તૈયાર થયા. મદ્રાસથી આગબોટમાં બેસી તે રંગૂન પહોંચ્યા અને બૌદ્ધવિહારમાં રહેવા લાગ્યા. ત્યાં તેમને એક જર્મન થામણેર જોડે મિત્રાચારી થઈ. તેનું નામ જ્ઞાનત્રિલોક હતું. તેની સાથે ધર્માનંદજીને ઠીક ફાવી ગયું. રંગૂનમાં ધર્માનંદજીએ બૌદ્ધભિક્ષુની દીક્ષા લીધી. રંગૂનમાં પણ ખરેકની હાડમારીને કારણે તેમની તબિયતને ભારે ધક્કો પહોંચ્યો. અતિસારને રેગ વારંવાર લાગુ પડવા લાગે. એટલે બ્રહ્મદેશ છોડી તે કુશિનારા જવા વિચારવા લાગ્યા. પરંતુ બ્રહ્મદેશને બૌદ્ધ લેકે તેમને એ બાબતમાં મદદ કરવા તૈયાર ન થયા. તે વખતે ચટગાંવના કેટલાક બૌદ્ધ વેપારી રંગૂનમાં રહેતા હતા. તેમની જોડે ધર્માનંદજીને ઘેરી ઓળખાણ હતી. એ લેકેને તેમણે પોતાનો વિચાર જણાવ્યું, એટલે તેઓ તેમને કલકત્તા સુધીનું આગબેટનું ત્રીજા વર્ગનું ભાડું આપવા કબૂલ થયા. ધર્માનંદજી રંગૂનથી કલકત્તે આવી, બૌદ્ધભિક્ષુને વેશે કુશિનારા તરફ જવા ઊપડ્યા. ૧૯૦૪ના જાનેવારી માસમાં તે કુશિનારા પહોંચ્યા. ત્યાં તેમણે એક બે અઠવાડિયાં ધર્મશાળાની ઓરડીમાં એકાંતમાં ગાળ્યાં, અને બીજા બે અઢી મહિના બુદ્ધના મંદિરની પાછળના ખંડેરમાં ઊગેલા એક જંગલી ઝાડ નીચે પસાર કર્યા. ૧૯૦૪ના એપ્રિલમાં ધર્મપાલ જાપાન, અમેરિકા વગેરે દેશ ફરીને કાશી આવ્યા. ત્યાં તેમણે એક ઔદ્યોગિક શાળા સ્થાપવા પ્રયત્ન કર્યો. તેમના એક બે કાગળ ધર્માનંદજી ઉપર આવ્યા. એટલે ધર્માનંદજી કાશી જઈ તેમને મળ્યા. કાશીમાં બૌદ્ધધર્મશાળાની નજીકના એક વડ નીચે તેમણે એક બે અઠવાડિયાં ગાળ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust