________________ શ્રી. ધર્માનંદ કોસંબી તેમની વધારે શ્રદ્ધા બેસતી ગઈ. તેમને દુનિયાદારીને જેમ જેમ કંટાળો આવતો ગયે, તેમ તેમ તેમની આ શ્રદ્ધા દઢ થવા લાગી. “બુદ્ધ જ મારું સર્વસ્વ છે', એમ તેમને લાગવા માંડ્યું. બુદ્ધની મૂતિ કલ્પી . તેનું ધ્યાન ધરવું અને પેલા માસિકમાં છપાયેલું ચરિત્ર ફરી ફરી વાંચવું એ ક્રમ તેમણે ચાલુ રાખે. અને જીવતો રહ્યો તો બીજું બધું છોડી બુદ્ધના ધર્મનું જ્ઞાન સંપાદન કરીશ, એવો દઢ સંકલ્પ તેમણે કર્યો. ચાહે તેટલાં સંકટ આવે, ચાહે તેટલાં દુઃખ ભોગવવાં પડે, પણ બુદ્ધના ઉપદેશનું જ્ઞાન મને થયું એટલે મારો જન્મારે સાર્થક છે, એમ તેમને લાગવા માંડયું. 1898 ના નવેંબરના અરસામાં તેમને ખબર પડી કે, કોચીનના સારસ્વત લેકેએ ત્યાં એક નવી શાળા શરૂ કરી છે. એટલે ત્યાં જઈને અંગ્રેજી ભણીને તે મારફતે બુદ્ધ વિષે થોડું ઘણું જ્ઞાન મેળવવું, એવો વિચાર કરીને ધર્માનંદજી 31 મી જાનેવારી 1899 ને દિવસે આગબોટ રસ્તે મેંગલેર ગયા. પણ ત્યાંથી પંદર જ દિવસમાં તે પાછા ઘેર આવ્યા. પછી તેમણે દક્ષિણ તરફની મુસાફરીને ખ્યાલ છેડી ઉત્તર તરફ જવાનો વિચાર કર્યો. પૂના એ મહારાષ્ટ્રનું કેન્દ્ર, એટલે ત્યાં કંઈ ને કંઈ સગવડ થશે, એમ તેમને લાગ્યું. એટલે 1899 ના નવેંબરના છેલ્લા અઠવાડિયામાં તે મડગાંવ ગયા. ત્યાં તેમના એક સગા પાસેથી વાટખર્ચાના પચીસેક રૂપિયા ભેગા કરીને, એક તાંબાને લેટ તથા શેતરંજી એટલે જ સામાન સાથે લઈને, તે પૂના જવા ઊપડ્યા. પૂના જવામાં તેમને ખાસ હેતુ તે એ જ હતો કે, દિવસે કારકુનનું કે એવું બીજું કંઈ કામ કરી નિર્વાહ કરવો અને કેાઈ શાસ્ત્રી પાસે રહી સંસ્કૃતિને અભ્યાસ કરવો. પણ એમાં તે ફાવ્યા નહિ. - ભાંડારકરને પણ મળીને એ બાબતમાં તેમણે યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો. બુદ્ધ ધર્મને અભ્યાસ કરવો છે, એ વાત ડ૦ ભાંડારકરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust