________________ સ૩. આંબાની આગ * ભીમસેન જ જે રાજા છે તો પછી તમે આવું નકામું વૈતરું શા માટે કરો છો ? એથી તમને કોઈ લાભ થવાનો નથી. અને હું તે મારો જન્મ સફળ થશે ત્યારે જ માનીશ કે જ્યારે તમે ભીમસેનને રાજભ્રષ્ટ કરીને રાજયપદ ધારણ કરશે” સુરસુંદરીનાં આ વચને હરિપેણના કાળજા સસરાનીકળી ગયાં. તેણે તરત જ કહ્યું : પ્રિયે ! હવે એમ જ થશે. હું જ હવે રાજગાદી પર બેસીશ. ને સારા ય નગરમાં મારી જ આજ્ઞા ફેલાવીશ. કાલે સવારે જ ભીમસેનને રાજભ્રષ્ટ કરીશ ને રાજની સમગ્ર સત્તા મારા હાથમાં લઈ લઈશ. દૈવયોગે કદાચ તેમ નહિ બને તે હે જાનથી ભીમસેનને તેના સ્ત્રી પુત્ર સાથે મારી નાંખીશ.” પ્રિયે ! આ ભૂમંડળમાં હજી એવો કોઈ માયનો પૂત જ નથી કે જે બળમાં મારી બરોબરી કરી શકે. હું મારા બળ અને પરાક્રમથી કાલે સવારમાં જ રાજસત્તાને હાથમાં લઈશ. તે હે પ્રિયે ! હવે તું નચિંત બની જાય. અને સુખેથી રહે. કોઈપણ વાતે ફિકર ન કરીશ. તારાં એ બધાં જ મને રથ હવે હું પૂર્ણ કરીશ.” સુરસુંદરી એ જ ઈચ્છતી હતી. તેની એક જ ભાવના ન હતી, કે ગમે તેમ કરીને પણ પોતે મહારાણું બને અને પિતાનો સ્વામી રાજા બને. મહારાણું બની ઘૂમવાની અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust