________________ આંબાની આગ સુરસુંદરી ! તમે શું બોલો છો? જરા, વિવેક રાખે. શાંત બનીને જે વાત બની હોય તે મને જણાવો. પણ આમ મારું લોહી ઉકળે તેવું વચન ન બોલો. હરિણ બેલી ઊઠયો. સુરસુંદરીએ તે પછી બનેલી બધી બીના કહી અને છેલે ઉમેયુ : પ્રિયે ! થોડા વરસે અગાઉ મેં કુળદેવીની આરાધના કરી હતી. મેં માંગ કરી હતી કે મારા પતિને બારમે વરસે રાજ્ય મળવું જોઈએ. નહિ તે પછી પતિ ને મારું મરણ થવું જોઈએ. દેવીએ મારી સાધનાથી પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું, કે તારે મરવાની કોઈ જરૂર નથી. બારમા વરસે તારા પતિને રાજય મળશે. એવું મારું વચન છે. સ્વામિનાથ ! એ દિવસો હવે પાકી ગયા છે. અને તમે તે જાણે છે દેવતાઓનું વચન કદી વૃથા નથી જતું. વળી તમે હવે રાજકારભારમાં હોશીયાર બની ગયા છે. બધો જ વહીવટ તમે સંભાળે છે. છતાં પણ દાસી જેવી એક મામુલી સ્ત્રી તમને દાસ ને નોકર ગણે, એ મારાથી કેમ સહન થાય ? હવે તે મારાથી આ ગુલામી નથી સહન થતી. આવા અપમાન સહન કરવા અને દાસમાં ગણાવું, તેના કરતાં તે. બહેતર છે હું ગળે ફાંસો ખાઈને મરી જઉં. કારણ મારે હવે આ કૂતરાના જેવું જીવન નથી જીવવું...” હરિઘેણે દેખીતા શાંત ભાવે રાણીની બધી વાત સાંભળી. પરંતુ તેનું રે મેરમ રાણુના વચનથી સળગી ઊઠતું હતું. ભી. 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust