________________ ભીમસેન ચરિત્ર માણસનાં નેત્રે ગમે તેવાં વિશાળ અને તેજસ્વી હોય તે પણ ગાઢા અંધકારમાં તે દીપકની મદદ વિના બરાબર જોઈ શકતો નથી. આથી ભાવિકજનોએ સન્માર્ગ બતાવવામાં દીપક સમાન, ભવસગાર પાર કરાવામાં નૌકા સમાન અને મોક્ષાથી પુરુષને હસ્તાવલંબન આપનાર ગુરુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. - ગુરુ ભગવંતની આવી અસરકારક વાણી સાંભળી ગુણસેનના હૈયામાં ધર્મના ભાવે ઉભરાવા લાગ્યા. તે દિવસથી તે વધુ ધર્મપરાયણ બન્યો. ભીમસેન અને હરિઘેણે ત્યાં ને ત્યાં જ સમ્યકૃત્વને સ્વીકાર કર્યો. બીજા અન્યધમીઓએ ત્યાં જૈન ધર્મને સ્વીકાર કર્યો. વ્યાખ્યાન ઊઠયા બાદ રાજા પરિવાર સાથે રાજમહેલમાં પાછો ફર્યો. એ પછીથી તેનું ચિત્ત સાંસારિક પ્રવૃત્તિમાંથી વિરકિત અનુભવવા લાગ્યું. એક રાત્રિએ તે શાંત મને આત્મ ચિંતવન કરવા લાગ્યું : અરેરે ! મેં આજ સુધી મને મળેલો માનવ ભવ અર્થહીન પ્રવૃત્તિમાં વેડફી નાંખે. ભૌતિક સુખ માટે જ મેં રાત દિવસ ધાંધલ ધમાલ કરી અને નિત્યસુખ આપનાર એવા સમ્યક્ત્વ વતની મેં આરાધના કરી નહિ. એ મહાત્માઓને ધન્ય છે કે જેઓએ આ સંસારને ત્યાગ કર્યો છે. સંસારથી, સંસારની વાસનાઓથી વિરક્ત થઈ જેઓ માત્ર આત્મજ્ઞાન અને આત્મચિંતવનમાં જ રત રહે છે તેવા મુનિ ભગવંતને હજાર હજાર ધન્યવાદ છે ! તેવાઓનું જ જીવું સાર્થક છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust