________________ ભીમસેન ચરિત્ર તારક એવા મહાપ્રભુ શ્રી આચાર્ય ભગવંત શ્રીમાન ચંદ્રક પ્રભસૂરિ મહારાજ સાહેબ પધાર્યા છે. આ૫ દર્શનાર્થે પધારે..” ગુણસેને આ શુભ સમાચાર સાંભળી તરત જ રખેવાળને પિતાના હાથની બધી વીટીઓ કાઢીને ભેટ આપી દીધી. આચાર્યશ્રીના આગમનથી ગુણસેનનું હૈયું નાચી ઊઠયું. તેનું મરમ હર્ષ અનુભવવા લાગ્યું. તેણે રાજકાજના બધા જ કામ પડતા મૂકયા અને નિત્યકર્મથી પરવારી એ સીધે ગુરુ ભગવંતને વંદન કરવા માટે આવી પહોંચે. આચાર્યદેવ પાસે આવીને તેણે વિધિપૂર્વક પંચાંગ પ્રણિપાત કર્યા. સુખશાતાદિ પૂછી અને તેમને પવિત્ર ચરણ સ્પર્શ કર્યો. ગુરુદેવે રાજાને ધર્મલાભ આપ્યા. થોડીવાર બાદ ગુરુદેવે વ્યાખ્યાનો આરંભ કર્યો. શરૂમાં પિતાના મંજુલ કંઠે નવકાર મંત્ર ભણ્યા અને પછી આરાધ્ય ને ભવોભવ તારક, મોક્ષ દાયક એવા શ્રી તીર્થંકર પ્રભુની સ્તુતિ કરી. મંગલાચરણ કરતાં સમયે સૌ સભાજને ઊભા રહ્યાં. મંગલાચરણ પૂરું થતાં જ સભાજનો “જી” કહીને વિનયથી શાંત ભાવે બેસી ગયાં. આચાર્ય ભગવંતે તે પછી ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ! આ જગતની અંદર ધર્મથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ધર્મ મંગલરૂપ વેલીએ સીંચવામાં મેઘ સમાન છે. સર્વ મનોરથને પૂરા કરવામાં કલ્પવૃક્ષ સમાન છે, પાપરૂપ વૃક્ષેને ભેદવામાં હસ્તી સમાન છે અને સુકૃતને વધારવામાં જે મુખ્ય કારણરૂપે કોઈ હોય તો એક ધર્મ જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust