________________ 44 ભીમસેન ચરિત્ર રાજસભામાં ચાલ્યો આવ્યો છે. આથી તેના માટે શીતળ જળ પણ મંગાવ્યું. ઘણા સમયથી સુમિત્રે વતનનું મીઠું ને મધુરું પાણી પીધું ન હતું. વતનનું જળ કઠે પડતાં જ તેના ધખતા શરીરને શાતા વળી. જળના શીતળ સ્પર્શ માત્રથી જ તેના પ્રવાસન અર્ધા થાક ઊતરી ગએ. પાણી પીને તે સ્વસ્થ થયો. પરસેવો લૂછી નાંખ્યો અને પિતે લાવેલી કુંકુમ પત્રિકા ગુણસેનને આપી. ગુણસેને તે વાંચી, વાંચીને પૂછયું : " સુમિત્ર ! તે ઘણું જ ઉત્તમ ને ઉમદા કામ કર્યું છે. હવે એ કહે કે તે જે કન્યા જોઈ છે તે કેવી છે? તેનું કૂળ ને માબાપ બધા કેવા છે? તું લગ્નનું નક્કી કરીને આવ્યો છે ત્યારે એ આપણું રાજગૌરવને અનુકૂળ જ હશે તેમ માની લઉ છું.” “રાજન ! હું ઘણા બધા દેશમાં ફર્યો. ઘણા રાજમહેલમાં ઘૂમી વળે. અનેક રાજકન્યાઓ, શ્રેષ્ઠિ કન્યાઓ, જોઈ, પરંતુ જેની સાથે મેં યુવરાજ ભીમસેનનું સગપણ બાંધ્યું છે તેના જેવી કન્યાની તો કોઈ જેડ મેં ન જોઈ તેના જેવું ઉચ્ચ કૂળ ને ઉમદા સંસ્કાર અને બીજે ક્યાંય જોવા ન મળ્યા. વત્સ નામના દેશમાં કૌશાંબી નગરી છે. એ નગરી પર શ્રી માનસિંહ નરેશનું આધિપત્ય છે. ખૂબ જ પ્રતાપી અને પરાક્રમી રાજા છે. ન્યાયપરાયણ અને ખૂબ જ નીતિવાન એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust