________________ ભીમસેન ચરિત્ર મૂલ્યવાન વસ્ત્રો, રત્નહાર વગેરે ઉપહાર આપી, વેવાઈના ઘરને માણસ માની તેનું બહુમાન કર્યું. અને વિદાયવેળાએ ગુણસેન અને પ્રિયદર્શનાને પ્રણામ તેમજ ખુશખબર કહેવડાવ્યા અને જેમ બને તેમ જલદી લગ્ન સમારંભ ગોઠવવા જણાવ્યું. સુશીલા પણ આ નજરે પિતાના સ્વામીના રાજદૂતને જતો નીહાળી રહી અને જ્યાં સુધી સુમિત્ર દેખા ત્યાં સુધી તેને જોતી એ મહેલના ઝરુખે ઊભી રહી. અને પિયુના આગમનની રાહ જોવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust