________________ સુમિત્રનું દેશાંતર ગમન 37 આપ પણ જૈન ધમી છે ને મારા સ્વામી પણ જૈન ધમી છે. કુળનો તો કોઈ વાંધો નથી. રહી વાત કુંવર અને કન્યાની !...." સુમિત્ર! તું એ કુંવરની કઈ છબી લાવ્યું છે? તેમની કોઈ જન્મકુંડળી તારી પાસે છે?” માનસિંહે પૂછયું. “રાજન ! એ સિવાય તે આ કેવી રીતે બને ? લે આ મોટા દીકરાની છબી અને તેમની કુંડળી!” એમ કહી સુમિત્રે સંભાળથી ભીમસેનની છબી ને કુંડળી કાઢીને રાજાના હાથમાં મૂકી. માનસિંહ તે ભીમસેનની છબી જોઈ જ રહ્યો. પડછંદ કાયા, સશક્ત ને માંસલ શરીર, ભરાવદાર મેં, વિશાળ કપાળ, અણીયાળું નાક, પ્રતાપી આંખે, લેભામણું હોઠ ને નજરમાં ભારોભાર વિનમ્રતા. - માનસિંહે એ છબીને ધારી ધારીને અને મનભરીને જોયા કરી. આ જોઈને સુમિત્ર બોલી ઊઠ. “શું જુએ છે નરેશ? અમારા કુંવરમાં કંઈ ખામી જણાય છે ? ' “એ શું બોલ્યો સુમિત્ર ! તારા કુંવર તે સર્વાગ સુંદર છે. જે ને કેવી પ્રતાપ મુખમુદ્રા છે ?" તો પછી શું વિચાર કરો છો ?" વિચારું છું આ છબી સુશીલા અને તેની માને પણ બતાવી જોઉં. તેમનો પણ અભિપ્રાય જાણી લઉં અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust