________________ 34. ભીમસેન ચરિત્ર પધારો છે ? અને આપના આગમનનું શું પ્રયોજન છે? મારા યોગ્ય જે કંઈ કહેવા જેવું હોય તે જરૂરથી કહો.” માનસિંહે શાંત સ્વરે કીધું. અને સુમિત્રને બાજુના સુવર્ણ સિંહાસન ઉપર બેસવા માટે સુચન કર્યું. સુમિત્રે સિંહાસન ઉપર બેસતાં પહેલાં માનસિંહ નરેશને નજરાણું ધર્યું અને વિનયથી તે બેલ્યો : હે પ્રતાપી ને પરાક્રમી નરેશ! મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીના નરેશ ગુણસેન નૃપે આપને આ નજરાણું મે કહ્યું છે. આપ તેનો સ્વીકાર કરે....” | સુમિત્રને આ પ્રમાણે કહેતો સાંભળી માનસિંહ વચમાં જ બોલી ઊઠો : “એહ! ગુણસેન નરેશે મને યાદ કરીને આ નજરાણું મોકલ્યું છે ? ધન્યવાદ ! ધન્યવાદ ! ફરમાવો આપના નરેશે મારા માટે શું સેવા બતાવી છે ?" “સેવા તો અમે કરીએ રાજન ! આપ જેવા ઉચ્ચ ને મહાપુરુષોએ તો ઉપકાર કરવાનું છે. હું એક ઘણા જ શુભ અને મંગળ કામે નીકળ્યો છું અને મને શ્રદ્ધા છે આપ એ કામ જરૂરથી કરશે ને મારા ઉપર ઉપકાર કરશે.” “મહાનુભાવ ! મારાથી બનતું કામ હું જરૂર કરીશ. આપ નિ:સંકોચ કહે. અને આપનો પરિચય તો આપે આ જ નહિ? મારું નામ સુમિત્ર છે. અને હું દૂતનું કામ કરુ છું. મારા સ્વામીએ મને એક મહત્ત્વના કામે દેશાંતર મેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust