________________ પાપ આડે આવ્યા 399 તેના અલંકારે સાદા અને આ નાની રાણીના અલંકાર આટલા બધા ભવ્ય ને મેઘા ! દાસીના મનમાં ઈષ્યને કીડા સળવળી ઊઠ. તરત જ તેણે પ્રીતિમતિ પાસે જઈને વાત કરી : “રાણી મા ! રાણી મા ! તમે દેરાણીના-નાની રાણીને રત્નહાર જો ? શું તેના હીરાની ચમક છે! એક એક હીરામાં નાની રાણના મુખકમળનું તેમાં પ્રતિબિંબ પડે છે !" " અને શું તેમના રત્ન કંકણ છે ! શું તેમના બાજુબંધ છે ! ઝાંઝરનો ઝણકારમાંથી તો જાણે દિવ્ય સંગીતની સરદ નીકળે છે ! એવા અલંકારો તો રાણી માં ! આપને જ શેભે ! દાસીએ અલંકારોની પેટ ભરીને પ્રશંસા કરી. સાથે સાથે પ્રીતિમતિના મનમાં એમ પણ ઠસાવ્યું, કે એ અલંકારે તો માત્ર તમારાથી જ પહેરી શકાય. એવા ભારે ને મેંઘા, દિવ્ય ને ભવ્ય આભૂષણે પહેરી જે નાની રાણીમા બહાર નીકળે, તે રાજરાણીનો પ્રભાવ એટલો ઓછો થાય. એ અલંકાર તે મહારાણીને જ શોભે. અને માત્ર તેમનાથી જ એ આભૂષણો અંગ ઉપર રખાય. - દાસીએ એવી કુશળતાથી પ્રીતિમતિના કાનમાં વિષ રેડયું. અને તેનું મન એ અલંકારો કોઈપણ ભેગે મેળવી લેવા તલપાપડ બની ગયુ. કામજિત તેના ખંડમાં આવતાં જ તેણે અલંકારેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust