________________ પાપ આડે આવ્યાં 397 - આચાર્યશ્રીએ ટૂંકમાં પણ સચોટ રીતે સંયમ ધર્મનું મહાતમ્ય સમજાવ્યું. સિંહગુપતને આ પ્રવચનની ધારી અસર થઈ. તેને આ સંસાર અસાર જણાયો. તેણે તરત જ સંયમ લેવાનું નકકી કર્યું. રાજમહેલમાં જઈ તેણે બંને પુત્રોને રાજ્ય શાસનને રોગ્ય એવી હિતકારી સૂચનાઓ આપી. કામજિતનો રાજ્યાભિષેક કર્યો. પ્રજાપાલને યુવરાજ પદે સ્થાપિત કર્યો. અને સૌની સંમતિ લઈ બીજે દિવસે તે પત્ની સહ આચાર્ય ભગવંત પાસે આવ્યો. અને પત્ની સહ તેણે સંયમ ધર્મને સ્વીકાર કર્યો. રાજા-રાણી બંનેએ દીક્ષા લઈ સંયમ ધર્મનું ઉત્કૃષ્ટપણે પાલન કર્યું. અપ્રમત્ત ભાવે સ્વાધ્યાય કર્યો. ઉગ્ર ને ઉત્કટ તપશ્ચર્યા કરી. અંતકાળ નજદીક જાણી બંનેએ અનશન કર્યું અને કાળધર્મ પામી બંને સ્વર્ગે ગયા. કાળક્રમે આ બંને જીવ સકલ કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. . પિતાના કાળધર્મના સમાચાર સાંભળી કામજિત અને પ્રજાપાલને દુઃખ તો થયું જ, પરંતુ તેઓ તે પિતાનું જીવ્યું સફળ કરી ગયાં એમ માની એ દુઃખ વધુ ન લાગવા દીધું. પિતાએ ચીધેલા માર્ગે ચાલવું તેમાં જ પોતાનું પુત્ર કર્તવ્ય છે, એમ સમજી બંને કુમારો નીતિમય રીતે વારાસણીને રાજકારભાર ચલાવવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust