SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ 384 ભીમસેન ચ રત્ર રાજાની પણ ભાવના તો એવી જ હતી, ત્યાં મંત્રીએ ઉત્સાહ બતી, આથી તરત જ એ ઊભું થઈ ગયે અને મંત્રીને લઈડીવારમાં એ પ્રથ્વી ઉપરના મોક્ષભવનમાં આવ્યી. * જિનાલયમાં પ્રવેશતાં જ ત્યાંનું પવિત્ર ને નિર્મળ વાતાવરણ બંનેને અસર કરવા લાગ્યું. હૈયામાં ભક્તિના ભાવ ઉભરાવા લાગ્યા. રાજા અને મંત્રી બંનેએ ગદગદ કંઠે, આત્માના ઉલ્લાસથી શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરી, ત્રણ પ્રદક્ષિણા ફરી ચૈત્યવંદન કર્યું અને ફરી એક છેલ્લી નજરે પ્રભુની પ્રતિમાને પિતાના હૈયામાં સમાવી બંને દેરાસરમાંથી બહાર આવ્યા. - પ્રભુદર્શનથી બંનેનું હૈયું પ્રફુલ્લિત બની ગયું હતું. આનંદના અનેરા ઉત્સાહ સાથે બને તેટલામાં જ ફરવા લાગ્યા. ત્યાં તેમણે એક યાનસ્થ શ્રમણ ભગવાનને જોયા. - “બુદ્ધિસાગર ! આજ પુણ્યનો સૂરજ ઊગ્ય લાગ્યો છે. જો તો ખરો, સામે જ ભવસાગરના તારક એવા શ્રમણ ભગવંત ઊભા છે. ચાલ, તેઓશ્રીને વંદન કરીએ અને તેમની અમૃતવાણીનું પાન કરીએ.” મુનિને જોઈ હરખાઈ ઊઠતા સિંહગુતે કહ્યું. બને જણું મુનીશ્વર પાસે આવ્યા. ભાવપૂર્વક વિધિસહ અને એ ગુરુવંદના કરી, સુખશાતાદિ પૂછી અને મુનિશ્રીના પાસે હાથ જોડી વિનયથી બેસી ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy