________________ 382 ભીમસેન ચરિત્ર * આ કારણ જાણી રાજાને પણ ચિંતા થઈ પણ તે : શું કરી શકે ? તેણે રાણીને આશ્વાસન આપ્યું, પણ પિતે આધાસ્ત ન બની શક્યો. રાજાને આમ વ્યગ્ર બનેલે જોઈ મંત્રીએ તેમની ચિંતાનું કારણ પૂછ્યું. રાજાએ પિતાની ચિંતા જણાવી. મંત્રી બેલ્યો: રાજન ! આ સઘળું જગત દેવને આધીન છે. આ જગતમાં કશું જ ઈચ્છા માત્રથી નથી મળતું. એ મેળવવા પુણ્ય ઉપાર્જન કરવું પડે છે. પુણ્યથી લમી મેળવાય છે, પુણ્યથી જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુણ્ય હોય તો જ સુંદર સંતતિ મળે છે અને પુણ્યના બળથી જ સુખ અને સાહ્યબી મળે છે. - આથી હે નરેશ! આપ વિશેષ પ્રકારે ધર્મારાધન કરે. ધર્મના પ્રભાવથી આપની ચિંતા જરૂર નાશ પામશે.” મંત્રીની આ સુંદર અને રોચક સલાહ સાંભળી તે દિવસથી સિંહગુપ્ત અને વેગવતી બંને વિશેષ પ્રકારે ધર્મ કરવા લાગ્યાં. પોતાના ધનભંડાર તેમણે ખુલ્લા મૂકી દીધા. છૂટે હાથે તેમણે દાન દેવા માંડયું. સાધુ-સંતોની સેવા કરવા માંડી. દીન અને ગરીબનાં દુઃખમાં ભાગ લેવા માંડયો, તેમને અન્ન અને વસ્ત્ર પૂરાં પાડ્યાં. રેગીઓને ઔષધ કરાવ્યાં. પ્રભુ-પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પર્વતિથિએ પૌષધ, ઉપવાસ આદિ ધર્મક્રિયા પણ બંનેએ કરવા માંડી. ' એક દિવસ રાજા અને મંત્રી ઘેડે ચડી નગરથી ઘણે - - -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust