________________ 350 ભીમસેન ચરિત્ર ઝવેરીના પુત્રોએ દેશવિદેશથી આવેલા ઘણા બધા પરદેશીઓને કિંમતી રને વેચ્યા. પિતા તે સમયે બહારગામ હતા. બહારગામથી પાછા આવી તેમણે પૂછયું : “રને કયાં ગયાં ?" - પુત્રોએ કીધું: " એ રતનો તો અમે સારા મૂલ્ય વિદેશીઓને વેચી નાંખ્યા છે.” આ વિદેશીઓ પણ કોઈ એક દેશના ન હતા. એક એક વિદેશી અલગ અલગ દેશનો હતો અને વિદેશી તે ઘરાક હતા. વધુ પરિચય તે પુત્રોને હતો નહિ. એ રતનો પાછા મેળવી લાવવા પુત્રોને પિતા કહે તો શું એ રત્નો પાછાં મેળવી શકાય ખરાં ? માનવભવ પણ એક વખત ગયો તે ગો જ સમજ. + મુળદેવ અને એક બાવાના શિષ્યને એક જ રાતે એક સરખું સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં બંનેએ ચંદ્રનું પાન કયુ. મુળદેવને એ સ્વપ્નના પ્રતાપે રાજ્ય મળ્યું. બાવાના શિષ્ય ગુરુને સ્વપ્ન ફળ પૂછ્યું, તે ગુરુએ કહ્યું આજ તને ભિક્ષામાં ઘી અને ગોળવાળે સુંદર માલપુઓ મળશે. સ્વપ્ન બાદ જે વિધિ કરવી જોઈએ તે શિષ્ય કરી નહિ ને તે ઉત્તમ ફળ ગુમાવી બેઠે. માનવભવ પામી જે સુકૃત કર્મ કરવામાં ન આવે તે તે ભવનું ફળ પણ ગુમાવી જ દેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust