________________ ગુરૂની ગરવી વાણું 343 પોતે બે જ જીવ જીવે છે ને બીજા કોઈનું અસ્તિત્વ નથી તે મ વિલાસમાં ડૂબી રહ્યાં હતાં. ત્યાં કોણ જાણે કયાંથી શતાયુધ ત્યાં આવી પહોંચે, બંધ બારણાને તેણે ખખડાવ્યું. આમ તે શતાયુધ મહોત્સવમાં ગયે હતો. રાણીને પણ સાથે આવવા આગ્રહ કર્યો હતો. પરંતુ પોતાનું આજ માથું દુખે છે તેથી પિતે આવી શકે એમ નથી, તેવું બહાનું કાઢી એ ઘેર રહી અને રાજા એકલે ગયે. ત્યાં અંતઃપુરની વૃદ્ધ કઈ દાસીએ જઈને શતાયુધને ખબર કરી રાણીનું માથું દુઃખતું નથી. પણ એવું અસત્ય બોલી તે કોઈ પરપુરુષ સાથે ભોગ વિલાસ માણી રહી છે. આ જાણ થતાં તે સીધે અંતઃપુરમાં આવ્યો ને રાણીના ખંડનાં બારણાં ખખડાવ્યાં. બારણે અવાજ સાંભળી રાણું અને લલિતાંગ બંને ગભરાઈ ગયાં. હવે કરવું ? રાજાની નજરથી કેવી રીતે બચવું ? રાણી તરત જ કપડાં વગેરે વ્યવસ્થિત કરીને ઊભી થઈ ગઈ. લલિતાંગ પણ નાસવાની તૈયારી કરવા લાગ્યા. * રાણીએ તરત જ તેને પાછળના ભાગમાં જયાં સંડાસ વગેરે હતા એ ખાડામાં સંતાઈ જવા કહ્યું. ડરનો માર્યો લલિતાગ તરત જ એ ખાડામાં કૂદી પડશે. ખાડામાં પડતાં જ વિષ્ટા વગેરેથી તેનાં કપડાં અને શરીર ગંદા બની ગયાં. દુર્ગધથી તેનું મગજ ફાટ ફાટ થવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust