________________ 29 ગુરુની ગરવી વાણું 1 . દિવસોને જતાં કંઈ વાર લાગે છે? ડા દિવસોમાં તો હરિષણની ઉદાસીનતાથી કથળેલા રાજવહીવટને ભીમસેને સ્થિર કરી દીધો. હરિપેણ પિતાએ પણ રાજ વહીવટમાં મનપૂર્વક રસ લેવા માંડે દેવસેન અને કેતુસેન પણ તે કામમાં સાથ આપતા હતા. - રાજગૃહી છેડયા બાદ ભીમસેન અનેક દુઃખમાંથી પસાર થયો હતો. ભૂખથી પેટ કેવી ચીસો પાડે છે તેને અનુભવ કર્યો હતો. ધન વિના માનવી કેવી હાલાકી ને કેવા કેવા અપમાન ને અગવડ અનુભવે છે, તેને તેને બરાબર પરચો થયો હતો. જાત અનુભવથી તે ઘણું શીખ્યો હતો. * દુઃખથી રીઢા બનવાને બદલે કે દુઃખથી ત્રાસી જઈ નાસ્તિક બનવાને બદલે, તે વધુ ધર્મ ઉપર શ્રદ્ધાળુ બળે હતું. તેનું હિયુ વધુ નાજુક બન્યું હતું. કુમાશથી તે પાતળું બન્યું હતું. આથી પોતાના નગરમાં કઈ ભૂખ્યું ન રહે તે માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust