________________ 330 ભીમસેન ચરિત્ર તેની શરમ જતી રહી. ભ એ છે થઈ ગયે અને હળવા હૈયે પિતાના સ્વજને સાથે તે ભળી ગયે. ' - મંત્રીઓ અને નગરશ્રેણીએ તો ભીમસેનની આ ઉદારતા જોઈ મુગ્ધ બની ગયા. તેઓએ તેમને જયનાદ કર્યો. ડીવારે સૌએ પ્રયાણ કર્યું અહીંથી ભીમસેન અને હરિના અ સાથે સાથે ચાલવા લાગ્યા. રાજગૃહી હવે કંઈ બહુ દૂર ન હતી. થોડા જ સમયમાં સૌ રાજગૃહીના પાદરે આવી ઊભા રહ્યા. ભીમસેને દૂરથી દેખાતા જિનચૈત્યના ઉન્નત શિખર જેઈને ભાવથી પ્રણામ કર્યા : નમે જિણાણું.. રાજગૃહીના નગરજને તે તેમના નરેશના આગમનની રાહ જોઈને જ ઊભા હતા. જેવા તેઓના દર્શન થયાં કે તરત જ મંગલ વાજિંત્રો ગૂજી ઊઠયાં. હવામાં ભીમસેનના નામના જયનાદને પ્રચંડ ઘેષ ઊઠવા લાગ્યો. વજાએથી બજાર બધા શણગારેલા હતા. અને ઊંચે ઝરુખા અને અટારીઓ ઉપર અનેક જનોની ભીડ જામી હતી. રસ્તા ઉપર પણ માનવ મેદનીનો પાર ન હતો. ઠેર ઠેર રંગોળી પૂરેલી હતી. આસોપાલવના, સાચા મોતીઓના તોરણ બાંધેલા હતા. નગરની કુમારિકાઓ, યુવતીઓ અને સેહાગણ હાથમાં અક્ષત અને ફૂલહાર લઈને ઊભી હતી. જ્યાં જ્યાંથી ભીમસેન પસાર થશે, ત્યાં ત્યાં સૌએ તેને કુલડે વધાવ્યું. અનેકોએ તેના કુલહાર પહેરાવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust