________________ રામ અને લક્ષ્મણ 23 રમવા લાગ્યો. તેના રૂપાનાં વિવિધ રમકડાઓને એ ભાંગવા ને તોડવા લાગ્યો. કાલુ કાલુ બેલવા પણ લાગે. એ જ અરસામાં પ્રિયદર્શનાએ એક શાંત ને ચાંદની રાતે સુવર્ણ શય્યામાં સૂતા સૂતા રાત્રિના છેલલા પ્રહરે એક સ્વપ્ન જોયું. સ્વપ્ન પૂરું થતાં જ તે જાગી ગઈ અને ચારે બાજુ જોવા લાગી. બારીમાંથી બહાર નજર કરતાં જોયું તે હજી તારા ટમટમતા હતા અને અંધારું આછું આછું અવનિ પર પથરાયેલું હતું. પણ સ્વપ્ન એટલું સુંદર ને શુભ, ભવ્ય અને દિવ્ય હતું કે તેણે સૂવાનું માંડી વાળ્યું. અને બાકીનો સમય વીતરાગ ભગવંતનું સમરણ કરવા લાગી. ગુણસેન જાગે એટલે તરત જ તેની પાસે જઈને વિનયથી ઊભી રહી. પ્રથમ પ્રણામ કર્યા ને પોતાના આવવાનું પ્રયોજન કહ્યું : હે સ્વામિન્ ! આજ મેં રાત્રિના છેલ્લા પ્રહરે સ્વપ્નમાં રૂવાબથી ઊભેલા અને જગત આખાને જાણે પડકાર કરતો હોય એવા વનવિહારી મૃગેન્દ્રને જે હતે. એને જોતાં જ હું જાગી ગઈ અને આ શુભ સ્વપ્ન છે તેમ સમજી પછી બાકીનો સમય નવકાર મંત્ર ગણવા લાગી.” હે પ્રાણનાથ ! આપ મને સમજાવે કે આ સ્વપ્નનું ફળ મને શું મળશે ?" ગુણસેને તરત જ કીધું : “દેવી ! આપને સિંહસમાન એવા પરાક્રમી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે.” P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust