________________ બાંધવ બેલડી 323 - “રાજન ! આપ જલ્દી તૈયાર થાવ. આપના વડીલ ધુ ભીમસેન રાજગૃહી આવી રહ્યા છે.” | ‘બંધુ ભીમસેન આવી રહ્યા છે ? કયાં છે ? કયાં છે ? r૯દી બેલ આ સંદેશવાહક ! ઉતાવળ કર !" હરિણ માનદથી ચિત્કાર કરી ઊઠયો. “તેઓ અહી થી બાર એજન દુર એક જગલ છે. તે જંગલ વીધીને પ્રચંડ સેના સાથે આવી રહ્યા છે. - “મંત્રીરાજ! મારા અવને રૌયાર કરો. આજનું કામકાજ બંધ કરો. તમે પણ આવવું હોય તો સાથે ચાલે. અબઘડી જ વડીલ બંધુ પાસે જવા માંગુ છું.” અને લે આ સંદેશવાહક ! લે. આ રત્નહાર. તારી શુભ વધાઇને મારા તરફથી તને આ ઉપહાર. અને હા, સારા ય નગરમાં ડિડિમ નાદે જાહેર કરે.. રાજગૃહી નરેશ શ્રી ભીમસેન પધારી રહ્યા છે. તેમના સ્વાગતની સૌ તૈયારીઓ કરે. નગરકે સાફ કરાવો. રસ્તાઓ ઉપર સુગંધી જળનો છંટકાવ કરવો. આંગણે આંગણે રંગોળી પુરાવે. ધ્વજાએ બંધાવે. સારા ય નગરને ભવ્ય રીતે શણગારી દે. - નગરજનેને જણાવી દે કે તેઓ એવું દબદબાપૂર્વક ને શાનદાર સ્વાગત કરે કે વડીલ બંધુ પણ ભૂલી જાય કે પતે રાજગૃહીમાં પ્રવેશ કરી રહ્યા છે ! " હરિપેણે ઉત્સાહથી એક પછી એક સુચનાઓ આપવા માંડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust