________________ 321. બાંધવ બેલડી હાથમાં લેવાની એક સમયે તેને ધૂન હતી. એ ધૂન ચાલી ગઈ હતી. તેના બદલે આજ તે કર્તવ્ય બજાવી રહ્યો હતો. રાજસભામાં આવી એ બેસતો ખરે, પરંતુ એ રાજસિંહાસન ઉપર બેસતો નહિ. પિતાના પિતાએ તેમજ વડીલ બંધુએ તેને જે સિંહાસન ઉપર બેસાડે હતો એ યુવરાજ પદના સિંહાસન ઉપર બેસતો હતે. રાજસભામાં આવી સૌ પ્રથમ એ ભીમસેનના સિંહાસનને પ્રણામ કરતો. થોડીવાર ત્યાં ઊભા રહી, આંખ બંધ કરી મનોમન પિતાના અપરાધની ક્ષમા યાચતો અને પછી જ પિતાના સિંહાસન ઉપર એ બેસતો. આજ સવારથી જ તેની જમણી આંખ ફરકી રહી હતી. તેને લાગતું હતું જરૂર આજ કંઈ શુભ સમાચાર મળશે. નક્કી કઈ પ્રિયજનનું દર્શન કે તેના સમાચાર સાંભળવા મળશે. સભાના ચાલુ કામકાજમાં પણ એ તેને જ વિચાર કરી રહ્યો હતો. શુ આજ મને વડીલ બંધુના સમાચાર મળશે? શું તેમના જ દર્શન મને થશે ? તો તો કેવું સારું ? વચમાં સંદેશવાહક ખબર લાવ્યો હતો કે વડીલ બંધુ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં છે. પણ ત્યાર પછી કંઈ સમાચાર મળ્યા નથી. એ કુશળ તો હશે ને? ભાભી ને બાળકે સોજા–નરવાં તે હશે ને ?, મારા માટે એ શું વિચારતા હશે? મારા ઉપર ગુસ્સે ભરાયેલા હશે ? મને શ્રાપ તે નહિ દેતા હોય ને ? "ભી. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust