________________ રામ અને લક્ષ્મણ બહુમાન કર્યું. વિદ્વાન, પંડિત તેમજ શાસ્ત્રીઓને ઉચિત આ પારિતોષિક આપ્યા. નગરની પાંજરાપોળ, ગેકુળ તેમજ અશ્વને ગજ શાળાઓમાં પ્રાણીઓને ઘાસચારે ખવડાવ્યો. પિંજરે પુરાયેલાં અનેક પક્ષીઓને તે દિવસે મુકત કર્યા. કસાઈખાનાં તે દિવસે બંધ રખાવ્યાં અને અનેક બંદીજનોને તે દિવસે મુક્તિ બક્ષી. પુત્ર જન્મનો આ ઉત્સવ પૂરા બે દિવસ ચાલ્યો. ત્રીજા દિવસે નવજાત શિશુને સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવ્યાં. છઠ્ઠીના દિવસે સૌ કુળજનોએ જાગરણ કર્યું. બારમા દિવસે સૌ સ્વજનો, નેહીઓ, સંબંધીઓ તેમજ નગરના પ્રતિષ્ઠિત અને મુખ્ય માણસોની હાજરીમાં પુત્રનું નામાભિધાન કરવામાં આવ્યું. સૂર્ય સ્વપ્નના અનુસારે બાળકનું નામ ભીમસેન પાડ્યું. ભીમસેન જન્મથી જ તંદુરસ્ત અને રૂપાળો હતો. તેની નાની નાની આંખમાં એક અપૂર્વ તેજ ચમકતું હતું. કપાળ પણ તેનું વિશાળ અને ઝગારા મારતું હતું. તેનાં દરેકે દરેક અંગ સંપૂર્ણ વિકસિત હતાં. સુવર્ણના પારણામાં એ સૂતો હોય ત્યારે તેને જોઈને લાગતું કે જાણે અહીં કોઈ સહસ્ત્ર પાંખડીવાળું ગુલાબ સૂતું છે! એ હસતે ત્યારે જાણે વહેતા ઝરણાનો કલકલ નાદ સંભળાતો. પ્રકૃતિએ તે જન્મથી જ શાંત અને હસમુખ હતો. ભૂખ લાગતાં એ રડતે, ઠંડી-ગરમીનો અનુભવ થતાં એ રડતો. બાકી સારો સમય તેના નાજુક હોઠ ઉપર હાસ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun.Aaradhak Trust