________________ 308 ભીમસેન ચરિત્ર તેમ નથી. હું તો બીજા લગ્ન જરૂર કરીશ. મારી જવાની આમ ચીમળાઈ નહિ જવા દઉં. - હે કૃપાળુ નરેશ! આ મારું દુ:ખ છે. તમે મારે હાથ ઝાલે. તમારી મને પત્ની બનાવો. તમારા હદય સિંહા સન ઉપર સ્થાપ. મારી આ કાયા ને આત્માના તમે ભરથા બને. અને મારું દુઃખ દૂર કરો. - તમારા જેવા સ્વામી મેળવી હ મારાં તમામ દુઃખ ભૂલી જઈશ. - હે કરુણાળુ ભીમસેન ! મુજ રંક ઉપર દયા કરે. મને બસ આટલી ભીક્ષા આપે. તમારી મને અર્ધામના બનાવે, હું તમારી દાસાનુદાસી બની જિંદગી પસાર કરી નાંખીશ..... ? યુવતીએ પોતાની વિતક કથા કહી. બેન ! તને આમ બોલવું શોભતું નથી. તારું દુઃખ જરૂર અસહ્ય છે. પણ બેન ! કર્મની આગળ કોનું ચાલ્યું છે કે તારું કે મારું ચાલે? તું સ્વસ્થ બન. મનમાંથી આવા પાપી વિચાર કાઢી નાંખ. સતીત્વ એ જ સ્ત્રીનો ધર્મ છે. એ ધર્મથી ભ્રષ્ટ ન બને. યાદ રાખ. પૂર્વના કેઈ અશુભ કમ તે કર્યા હશે તે તારે ભરથાર આજ ચાલ્યા ગયા. એથી તું બેધ પામ, અને નવીન કર્મ બાંધી તારા ભવાંતરને ન બગાડ. અને મેં તે એક પત્નીનું વ્રત લીધું છે. મારે સુશીલ ને સગુણ પત્ની પણ છે. તેને બે બાળકો પણ છે. વળી મેં તે તને મારી બેન માની છે. બેન કહીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust