________________ દેવને પરાભવ 301 પહોળા કરે. તેના તરફ જે કડક નજર રાખવામાં ન આવે, તે તો એ ભવોભવનું નિકંદન કાઢી નાંખે. આથી ભીમસેને આત્મધ્યાનમાં મનને પરચું, દેહ અને આત્માનું એ ચિંતવન કરવા લાગ્યા. એમ કરી તેણે મનની તમામ અશુદિધને વાળી ગુડીને સાફ કરી નાંખી. ભીમસેને એ ધ્યાનથી અપૂર્વ રીતિ અનુભવી. ' ' જ્યારે પિલ દેવ પિતાની આ એક સદ્ધર બાજી વિફળ ગઈ તેથી અશાંત બની ગ. કોઈએ કહ્યું હતું, કે સઘળી અનુકૂળતા હોવા છતાં, સ્ત્રીનું સામે ચડીને ભોગ માટેનું આમંત્રણ મળ્યું હોવા છતાં પુરુષ ચલિત ન થશે, તે તો એ માનત જ નહિ. પણ આ તે તેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હતે. જાતટી કરી હતી અને તેમાં તે ધરાર નિષ્ફળ ગયો હતો. અરે ! મનને તે સહેજ પણ ઉશ્કેરી શકયો ન હતા, ત્યાં બીજી તે વાત જ શી કરવાની ? . . . ખેર ! કંઈ નહિ. બીજે દાવ લગાડીશું. એમ દેવે મન મનાવ્યું. અને એ જ રાતે તેણે બીજી યુક્તિ લડાવી. પ્રથમ કરતાં આ યુક્તિ સીધી અસર કરે તેવી હતી. કારણ પ્રથમમાં કસોટી સ્પષ્ટ વર્તાતી હતી. બીજી યુક્તિમાં એ ગર્ભિત હતી. પ્રથમમાં મન સામે આવાહન હતું. બીજામાં આત્મા સામે. ભીમસેનનો આત્મા કરુણાળું હતું. કોઈનું દુઃખ એ જોઈ શકતે ન હતો. એટલું જ નહિ સામાનું દુઃખ દૂર કરવા માટે બધું જ કરી છૂટવા એ તત્પર બનતો હતો. ' : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust