________________ દેવને પરાભવ 297 ભાન ભૂલવા લાગ્યું. કેલીની રમણતામાં એ જગત રમમાણ બની ગયું. ઉઘાડી આંખે સૂતેલા ભીમસેને આંખ મીંચી દીધી. રતિ પ્રસંગો કેઈન. પણ ન જોવાય. પશુ હોય કે પક્ષી હોય, માનવ હોય કે દેવ હોય. તેમના એવા પ્રસંગો અજાણતા પણ જોવાઈ જાય તે પોતાના વતનું ખલન થાય. . ભીમસેન તે એ વ્રતને કડક આગ્રહી હતો. સુશીલામાં જ તેણે પોતાની મર્યાદા બાંધી હતી. તેના સિવાય બીજી કોઈ પણ સ્ત્રીને જાતિય સંબંધ, જાતિય વિચાર વજર્ય હતો. સ્વદારા સંતોષ એ જ તેનું સુખ હતું. હવા ને સંગીત તો દેહને ઝણઝણાવી રહ્યાં હતાં. લેહીને ધીમે ધીમે એ ગરમ કરી રહ્યાં હતાં. ભીમસેન સાવધ બની ગયે. એક ક્ષણ પણ જે આ અંગે બેદરકારી સેવાશે, તો પિતાની વરસોની સાધના ધૂળમાં મળી જશે. તેણે નવકાર મંત્રનું રટણ શરૂ કરી દીધું. માનસપટ ઉપર વીતરાગની છબી ખડી કરી દીધી. - હવા અને સંગીત નાકામિયાબ નીવડયાં. ભીમસેન ઉપર તેની કોઈ ઝાઝી અસર થઈ નહિ, ઉલટું એ સજાગ બની ગયે. આવનારા આંધીના ઓળાને એ પારખી ગયે. મન વિફરે ને વકરે તે અગાઉ જ તેણે મનને શુભ ધ્યાનમાં લગાડી દીધું.' દેવતાએ તરત જ જીવંત સૃષ્ટિ ખડી કરી દીધી. ત્યારે ભીમસેન પલાંઠી વાળી, આંખ મીચીને આત્મધ્યાન ધરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust