________________ 280 ભીમસેન ચરિત્ર એ દિવસે જ એટલા બધા ખરાબ ને કઢંગી પસાર થયા હતા કે તેની સ્મૃતિ થતાં જ હૈયું ગળગળું બની જાય. ભીમસેનનું હૈયું પણ એ પુરાણું સ્મૃતિથી લેવાઈ રહ્યું હતું. ભીમસેન ! તારી આંખમાં આંસુ કેમ ?" અરિજયે આશ્ચર્યથી પૂછયું. “મામા ! એ કમનશીબ કંગાળ માણસ બીજે કોઈ નહિ પણ હું જ હતો. હું જ તમારી પાસે નોકરી કરવા માટે આવ્યો હતો.” અરરરઅને મેં જ તને ના પાડી દીધી ! હે ભગવાન ! મારા હાથે તે આ કેવું કામ કરાવ્યું ? ભીમસેન ! મને માફ કર. મેં તને એથી ઘણું જ દુઃખ આપ્યું છે. હું તને ત્યારે ઓળખી પણ ન શક, કે તું મારો ભાણેજ છે. માફ કર. ભીમસેન ! મને માફ કર.... અરિજયને પિતાની ભૂલ સમજાઈતે શરમ અનુભવવા લાગે. “મામા ! એ અપરાધ તો મારો જ હતો. પૂર્વભવે મેં કંઈ અશુભ કર્મો બાંધ્યાં હશે. નહિ તો રાજના ધણીને નોકરી માટે રઝળવું પડે ખરું ? કર્મની સૌ કઠપૂતળીએ છયે આપણે તો. એ નચાવે તેમ નાચવાનું ભીમસેને સ્વસ્થતાથી કીધું. પણ ભીમસેન ! તારે તે તારી ઓળખ આપવી હતી? એમ કર્યું હોત તો શું હું તને દુઃખમાં ધકેલત ખરે ?' મામા ! બનવાનું હતું તે બની ગયું. હવે તેને રંજ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust