________________ 24 મહાસતી સુશીલા ભીમસેને સારો દિવસ જોઈ વિધિપૂર્વક વર્ધમાન તપનો પ્રારંભ કરી દીધા. વિજયસેન અને સુચનાએ તપ માટે ઉતાવળ ન કરવા ભીમસેનને સમજાવ્યું. તેમનું એમ માનવું હતું કે ઘણા સમયથી ભીમસેને ભૂખ અને તરસ, થાક અને અનિદ્રા સહન કર્યા છે, રઝળપાટ પણ સખ્ત કર્યો છે. આ બધાને લઈ તેનું શરીર સૂકાઈ ગયું છે. એવા શરીરે જો આવું ઉગ્ર તપ એ આદરે તો શરીર સાવ તૂટી જાય. શરીર તે ધર્મ અને કર્મનું સાધન છે. તેને જે આમ બગાડી નાખવામાં આવે તો બંનેય બગડે. આથી જ વિજયસેને ભીમસેનને તપના પ્રારંભની ઉતાવળ કરવા ના પાડી. વિજયસેન ! આજે જે કંઈ તમારા સૌનો મને પ્રેમ અને આદર મળ્યા છે, રહેવાને સુંદર આવાસ, ખાવા માટે મિષ્ટ પકવાન અને પહેરવા સુંદર વસ્ત્ર વગેરે મળ્યાં છે, એ સૌ ધર્મને જ પ્રતાપ છે. પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજને દીધેલા સુપાત્ર દાનનું જ એ ફળ છે. અને તપથી તો કાયા અને આત્મા અને નિર્મળ થાય. તમારી મારા માટેની ચિંતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust