________________ 261 કુટુંબમેળે -દુઃસહ્ય લાગ્યું હતું. અને મેં આ જીવનને અંત લાવવા ગળે ફાંસો પણ બાંએ હતો. - પરંતુ કર્મની લીલા જ વિચિત્ર છે. એ જ કંથા ને એ જ રસ આજ સામે ચડીને મારી પાસે આવી ગયાં. - આ વાત સાંભળતાં જ સુચનાને કંઈક યાદ આવ્યું. - તે તરત જ ઊભી થઈ. કેમ બેન ! ઊભી થઈ ગઈ? આ વાત તને પસંદ ન પડી ?" સુશીલાએ હસતાં હસતાં પૂછયું. ના મોટીબેન ! એવું નથી. આ કંથા ને રસની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે તમારાં ઘરેણું પણ તમને આપી દઉં.' સુલોચના બેલી. “મારાં ઘરેણાં ? તારી પાસે કયાંથી આવ્યાં ?" સુશીલાએ આશ્ચર્યથી પૂછયું. એની વાત હું તમને કહુ, વિજયસેન વચ્ચે બોલી ઊઠ. સુચના તે દરમિયાન ઘરેણાંની પેટી લેવા દોડી ગઈ. “અમારા નગરના ઝવેરીની દુકાને એક પરદેશી આવ્યા. ઝવેરીને તેણે એક પિટલી આપી. ઝવેરીએ પિોટલી ઉઘાડીને જોયું. અંદરથી મહામૂલ્યવાન એવાં સ્ત્રી અને પુરુષોનાં ઘરેણા નીકળ્યાં. ઝવેરીએ પૂછયું : “મહાનુભાવ! આ અલંકારનું તું શું કરવા માંગે છે?” પરદેશીએ જણાવ્યું : “હું તે વેચવા આવ્યો છું. તેની કિમત કરી મને તેના દામ આપ. અત્યારે હું ખૂબ જ ભીડમાં છું. અને આજ મારું જીવન છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust