________________ કુટુંબમેળે 259 નેહીઓના મિલનથી મહેલન ખૂણેખૂણે ગૂંજી ઊઠશે. ચારે બાજુ આનંદનું વાતાવરણ છવાઈ ગયું. ત્રણ વરસના સમયમાં તે ભીમસેન અને સુશીલાના ઉપર એટલી બધી વીતી હતી કે એ વાત કહેતાં તેને પાર આવે તેમ ન હતે. પૂરા ત્રણ દિવસ સુધી સૌ સાથે ને સાથે જ રહ્યાં. વિજયસેને એ ત્રણેય દિવસ રાજકાજને બાજુ ઉપર રાખ્યું. અને સ્વજનની સરભરામાં એ પોતે જ ખડે પગે ઊભો રહ્યો. બને બને એ ગળે વળગીને વાતો કરી. સુશીલાએ પિતાની તમામ આપવીતી નાનીબેનને કહી સંભળાવી. ભીમસેને પણ વિજયસેનને પિતાની કર્મની કઠણાઈઓની કથા કહી. ભીમસેન અને સુશીલાએ પણ એકબીજાના દુઃખેની આપ લે કરી. સૌ જયારે ભેગા મળી વાત કરતાં ત્યારે તેમની એક આંખમાંથી આનંદનાં આંસુ છલકાતાં હતાં, તો બીજી આંખમાંથી દુઃખનાં આંસુ ટપકતાં હતાં. પુનર્મિલનના આનંદથી હૈયું ઘડી હરખાઈ ઊઠતું, તે બીજી જ પળે વિગના ગાળામાં પડેલી યાતનાઓની વાત સાંભળી હૈયું આકંદ કરી ઊઠતું. દેવસેન અને કેતુસેનને તે રાજમહેલમાં મઝા પડી ગઈ. ઘણું વરસે તેમને સુખ અને સાહ્યબી મળ્યાં હતાં. પેટ ભરીને ખાવાનું મળ્યું હતું. રમવા માટે સોના ચાંદીનાં રમકડાં મળ્યાં હતાં. સૂવા માટે મખમલની શય્યા મળી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust