________________ 23: કુટુંબમેળો ભીમસેન અને વિજયસેન વગેરે રાજમહેલમાં આવે તે અગાઉ જ સુશીલા અને સુચના ત્યાં આવી ગયાં હતાં. સુશીલાની અધીરાઈને તે પાર ન હતો. વારંવાર તેનાં રોમાંચ ખડાં થઈ જતાં હતાં. ત્રણ ત્રણ વરસના કારમા ને દુઃસહ્ય વિગ બાદ તે આજ તેના પ્રાણવલ્લભના દર્શન કરવાની હતી. તેના ઉમંગની કોઈ અવધિ ન હતી. ચંચળ મને તે ભીમસેનની પ્રતીક્ષા કરી રહી હતી. સુચનાએ રાજમહેલમાં આવી તરત જ સુશીલાને રાજરાણીને ચગ્ય એવાં વસ્ત્રો પરિધાન કરાવ્યાં. અલંકારોથી તેને સુશોભિત કરી. સુશીલાને દેહ કૃશ થઈ ગ હતો. પરંતુ સતીત્વના તેજથી તેનું વદન પ્રભા પાથરી રહ્યું હતું. તેની આંખની નિર્મળતા જોનાર સૌના અંતરને શાતા બક્ષતી હતી. રેશમી ને મુલાયમ વસ્ત્ર પરિધાનમાં તે સૌન્દ. ર્યની તેજદીપીકા લાગતી હતી. થોડે દૂરથી તેણે ભીમસેનનો જયનાદ સાંભળે. તરત જ સ્વામીના સ્વાગત માટે એ બાવરી બની ગઈ. હાથમાં * ભી. 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust