SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 252 ભીમસેન ચરિત્ર નગરનરેશ ખુદ પગપાળા રાજમહેલ તરફ જઈ રહ્યો છે, એ જાણું તેને જોવા ને તેને સત્કાર કરવા નગરજનો ચેરે ને ચૌટે, ગેખે ઝરુખે ભીડ જમાવીને ઊભા હતા. જ્યાં જ્યાંથી તેઓ પસાર થયા, ત્યાં ત્યાં પ્રજાજનોએ તેમને કુલડે વધાવ્યા, વિજયસેન અને ભીમસેનનો પણ જયનાદ કર્યો. નગરચોકમાં આવતાં, રસ્તાના બાજુ ઉપરના ઝાડની ડાળ ઉપર બેઠેલા એક કપિરાજે ભીમસેનનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. તેણે હુપાહુપ કરી પિતાનો હર્ષોલ્લાસ વ્યકત કર્યો. પોતાના બેડોળ હાથથી પુપની વૃષ્ટિ કરી. કયાંકથી ઉપાડી લાવેલી ફુલમાળાને એવી રીતે ફેંકી, કે એ સીધી જ ભીમસેનના ગળામાં પડી. ભીમસેને ઉપર જે યું તે કપિરાજ તેના સામું જોઈ હુપાહુપ કરી હર્ષની ચીચીયારી કરી રહ્યો હતો. અને એ હાથ જોડી તેને નમન કરી રહ્યો હતો. વાંદરાની આ ભક્તિ જોઈ ભીમસેન ઘડીભર તેને જોત ઊભે રહ્યો. વાંદરાએ તરત જ એક ગંદી ને છ કંથા ડાળ ઉપરથી ફેંકી. કંથા સીધી ભીમસેનના પગ આગળ પડી. ભીમસેને તરત જ તેને લઈ લીધી અને હર્ષ થી તેને પિતાના હોઠે અડકાડી. અરે ભીમસેન ! આ શું કરો છો ? આવા ગંદા ને મલિન ગાભાને તમે સ્પર્શ કરે છે ? હિ! છિ ! !i ફેંકી દે તેને.” વિજયસેને જુગુસાથી કીધું. વિજયસેન ! કાળી મજૂરીની મારી આ ભેટ છે. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy