________________ 250 ભીમસેન ચરિત્ર અને તેઓ વાજતે ગાજતે બાળકો સાથે રાજમહેલમાં જઈ રહ્યા છે. સુલોચનાએ ઉમળકાથી કીધું. - સુશીલાની જીવન સિતાર ઝણઝણી ઊઠી. ખુશીનું એક ગીત તેના સમસ્ત દેહમાં ગૂંજી ઊઠયું. વિરહની આગમાં શેકાઈ ગયેલું તેનું દિલ ફરી ખીલી ઊઠયું. તે આ સમાચાર સાચા ન માની શકી. છતાંય માનીને તેણે પૂછ્યું. . “કયાં છે એ ? એ સીધા મારી પાસે તે કેમ ન આવ્યા ?" ' , મોટીબેન ! તારા સમાચાર સાંભળ્યા કે તું લહમાપતિ શેઠને ત્યાં નથી. તારી ઝુંપડીને ભદ્રાએ બાળી નાંખી હતી. અને ફરી તમે ઘરવિહોણાં થઈ ગયાં હતાં. તરત જ તે મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયા. ભાનમાં આવ્યા ત્યારે બાવરાં બની એ તારી શોધમાં દેડવા લાગ્યા. તારા નામની બુમો પાડી તેમણે પિતાનું હૈયું ચીરી નાંખ્યું. તમારા બનેવી પણ તેમની સાથે હતા. બંનેએ સાથે મળીને તમારા આવાસની શોધ કરી. કુમારો મળ્યા પણ તમે ન મળ્યાં. એ પણ મારી જેમ તમને જ મળવા આવવા જીદ કરતાં હતા. પરંતુ સૌએ તેમ કરવા ના પાડી. આથી તમારા નામનું જ રટણ કરતાં એ રાજમહેલ તરફ પગપાળા જઈ રહ્યા છે. તમે પણ હવે ત્યાં પધારે.” સુચનાએ વિસ્તારથી બધી હકીકત જણાવી. નગરશેઠ તે આ બધું સાંભળીને આશ્ચર્યથી દિમૂઢ જ બની ગયા. સુશીલાએ તેમને ચરણ સ્પર્શ કરીને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust