________________ 226 ભીમસેન ચરિત્ર ભગવંત કયાંથી? નહિ....નહિ....ભ્રમણ છે. પણ એ અવાજ સંભળાચો હતો એ નક્કી. જરાય વિલંબ કર્યા વિના, તે જમીન ઉપરથી ઊભું થઈ ગયો. અને જોવા લાગ્યું. એ પવિત્ર ને શાંતિદાયક અવાજ કયાંથી આવ્યું એ શોધવા ભીમસેનને ઝાઝ શ્રમ ન પડ્યો. તેની સામે જ તેની અંતરની અભિલાષા મૂર્તિમંત બનીને તેને આશીર્વાદ આપી રહી હતી. “ધર્મલાભ...” શબ્દ ફરી સંભળા. ભીમસેનનો આત્મા હરખાઈ ઊઠયો. પોતાની સામે સાક્ષાત્ શ્રમણ ભગવંત ઊભેલા જોઈ તેનું હૈયું નાચી ઊઠયું, તેની આંખમાં ઉમંગ ઉભરાઈ આવ્યું. રોમેરોમ તેનું હર્ષોલસિત બની ગયું. ઘણું જ ભાવપૂર્વક ભીમસેને વિધિપૂર્વક શ્રમણે ભગવંતને વંદન કરી. સુખશાતાદિ પૂછી અને તેમના ચરણનો સ્પર્શ કરી આનંદથી છલકાતી આંખોએ બે હાથ જેડી ઊલે રહ્યો. આ શ્રમણ ભગવંત ધર્મઘોષસૂરિ હતા. આ જ તેમને સાડ ઉપવાસના પારણને દિવસ હતો. ગોચરી માટે તે આકાશગમન કરીને કેઈ નગર તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેમની કરુણુદ્ર નજર ભીમસેન ઉપર પડી. વડની નીચે લટકતો ફાંસે જે. બે હાથ જોડીને નવકાર મહામંત્રનું રટણ કરતાં ભીમસેનને સાંભળે. | | | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust