________________ વિધાતા ! આમ કયાં સુધી ? રરા તો શું પૂર્વભવે મેં ઘણાં જ અશુભ કર્મો કર્યા હશે ? શું મેં બાળકોનાં ધાવણ છોડાવ્યાં હશે? લૂંટફાટ કરીને નિર્દોષ એવા વટેમાર્ગુઓને લૂંટયા હશે? પશુ પક્ષીઓને મોજમાં માર્યા હશે? સાધુ-સંતો ને સ્ત્રીઓ ઉપર મેં અત્યાચાર ગુજાર્યા હશે? કોઈનું ધન દગાથી લૂંટી લીધું હશે? ન જાણે મેં કયાં કયાં પાપ કર્યો હશે ? જ્ઞાની ભગવંત સિવાય એ મને કણ કહે? એ પાપ તો જે હોય તે. પણ આ વર્તમાનની વેદના કેવી રીતે દૂર કરવી ? - ધન વિના મારા અને મારા કુટુંબને જીવન નિર્વાહ કેવી રીતે ચલાવ ? હવે તે આ શરીર પણ સાથ નથી આપતું. અનેક દિવસના રઝળપાટ અને વારંવાર મળેલી નિષ્ફળતાઓથી તે પણ કંગાળ બની ગયું છે. ચેતન તો હવે સાવ જ ઓસરી ગયું છે. મારી આશા હવે મરી પરવારી છે. ભવિષ્યની કોઈ જ ઉજળી નિશાની જણાતી નથી. થોડી ઘણી કંઈક હૈયામાં ગરમી આવી હતી, તે પણ સાધુના વિશ્વાસઘાતથી ઠરીને જામ થઈ ગઈ છે. એહ! મારા જીવનને ધિકાર છે ! મારું જીવવું હવે વ્યર્થ છે! ન તો હું મારા બાળક ને પત્નીને ઉપયોગી બની શકે, કે ન તો હું ખૂદ મારા પિતાના ઉપગમાં પણ રહી શકો. મારા એકલા પંડનું પણ પૂરું કરવાની મારામાં હામ નથી રહી. આવા અસહાય, કંગાળ ને દીન જીવનને ટકાવીને શું કરવાનું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust