________________ 218 ભીમસેન ચરિત્ર મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. આપ વિશ્વાસ રાખજે આ રસના એકેએક બુંદનો હું સદુપયોગ જ કરીશ.”ભીમસેને ઉપકારવશ બનીને કહ્યું. તો ચાલ. હવે આપણે જલ્દીથી ક્ષિતિપ્રતિષ્ઠિત પહોંચી જઈએ.” - સાધુ અને ભીમસેન ઉતાવળા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પાદરે આવી પહોંચ્યા. ઝડપથી એકધારે, કંટાળાજનક પગ પ્રવાસ કર્યો હતો, તેથી બંને થાકી ગયા હતા. પરંતુ સુવર્ણરસની પ્રાપ્તિ થઈ હોવાથી બંનેના આત્મા પ્રસન્ન હતા. હૈયું ઉલ્લાસ અનુભવતું હતું. . બંને નગરની બહાર એક યક્ષમંદિરની પરસાળમાં બેઠા. પરસાળની બહાર વડલાની શિતળ છાયા હતી. થોડી વાર બાદ સાધુ બોલ્યા: - “ભીમસેન ! મારું પેટ તો ભૂખથી ભડકે બળે છે. તિને પણ ભૂખ તે લાગી જ હશે. તું આ નગરમાં જા અને ભેજન વગેરે લઈ આવ. ત્યાં સુધી હું અહીં થાક ખાતે બેઠે છું.' . ‘જેવી આજ્ઞા મહાત્મન ! " ભીમસેને કીધું. અને સાધુ પાસેથી થેડી સુવર્ણ મુદ્રા લઈ એ નગર તરફ જવા રવાના થયો. " ભીમસેનની પીઠ દેખાતી બંધ થઈ કે તરત જ સાધુએ પિતાનો ખેલ ભજવ્યું. તેનું મન બગડયું હતું. તેના દિલમાં પાપ પેઠું હતું. રસ્તે ચાલતાં ચાલતાં જ તે વિચાર કરતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust