________________ 216 ભીમસેન ચરિત્ર મારા એ પ્રગમાં તું સાથ આપ. તને પણ હું એ સિદ્ધિ આપીશ. પછી તેને કોઈ જ દુઃખ નહિ રહે.” ઉપકારની લાગણીથી ભીમસેનનું હૈયું ગદ્ગદિત બની ગયું. તે સાધુના પગે પડ્યો. સાધુએ તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ભીમસેનના આત્માએ તેથી શાતા અનુભવી. અને નિરાશા ખંખેરી એ સાધુ સાથે ચાલવા લાગ્યા. સાધુએ જંગલની વાટ પકડી. ઘનઘોર ને નિબિડ જંગલમાંથી બંને પસાર થવા લાગ્યા. રસ્તામાં કયાંકથી સાધુએ ચાર તુંબડાં લીધાં. પિતે પ્રયોગ કરવાનું છે એથી તેણે પ્રવેગ અનુસાર અમુક અમુક જગાએ પ્રચાગને અનુળ ને જરૂરી એવી સાધન સામગ્રી તેણે અગાઉથી તૈયાર જ રાખી હતી. બે તું બડાંમાં સાધુએ તેલ ભર્યું. બે ખાલી રાખ્યાં. ખાલી તુબંડાં પિતાની પાસે રાખ્યાં અને તેલથી ભરેલાં તુંબડાં ભીમસેનને આપ્યાં. બે હાથમાં એક એક તુંબડું ઝાલીને કર્મની વિચિત્રતા ઉપર વિચાર કરતો ભીમસેન નીચી નજરે ચાલતે હતો. જંગલ વટાવી બંને એક પર્વત આગળ આવ્યા. પર્વત ઉપર થોડું ચઢાણ કરી એક ગુફામાં દાખલ થયા. ગુફા અંધારી હતી. સાધુએ ચકમકથી એક ડાળ સળગાવી. તેના પ્રકાશમાં બંને આગળ વધવા લાગ્યા. ગુફામાં ઝેરી જનાવરો ને પક્ષીઓના ચિત્કાર સંભળાતા હતા. પર્વતની કંદરાઓમાં સૂતેલા વાઘ સિંહની ત્રાડે પણ સંભળાતી હતી. કાચાપિચાનું તો હૈયું જ બેસી જાય એવી ભયાનક એ ગુફા હતી. 1લ ભર્યું પાતાની - dબડાં ભરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust