SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાતા ! આમ ક્યાં સુધી ? 213. . ભીમસેનની હિંમત એટલી બધી છિન્ન ભિન્ન થઈ 1 ગઈ હતી, કે એ હવે જીવવાની હામ બેઈ બેઠો હતો. ઉપરાઉપરી મળેલી નિષ્ફળતાએ તેના મનને નબળું પાડી દીધું હતું. તેનામાં એ સમજ હતી જ કે મૃત્યુને હાથે કરીને ભેટવાથી કંઈ મૃત્યુ આવવાનું નથી. અને આવી પણ જાય તો તેથી કંઈ દુઃખોનો અંત પણ આવવાનો નથી. ઉલટુ દુઃખમાં વધારે જ થવાને છે. આ સમજ તે ગુમાવી બેઠે હતો. અષાઢી અમાસની કાળી રાત જેવી હતાશાના આવરણ તળે તેની એ સમજ ઢંકાઈ ગઈ હતી. આથી એને બસ એક જ વિચાર સૂઝતો હત—મરી જવું. આ જીવનનો અંત આણું દે. શુભ વિચારોની અસર ઘણી ઓછી થાય છે. તે વિચાર કિયામાં પલ્ટાતા ઘણો સમય લે છે. જ્યારે અશુભ વિચાર ક્રિયા માટે જોર કરે છે. અનાદિ કાળથી નબળું પડેલું મન અશુભ વિચારોની જાળમાં જલદી ફસાઈ જાય છે. ભીમસેને પણ તરત જ મરવાની તૈયારી કરી. વડના ઝાડ નીચે એ ગયો. જમીન સુધી પથરાયેલી વડવાઈઓ તેણે પોતાના ગળે બાંધી. અને હવામાં અદ્ધર ખુલવા લાગ્યા. વડવાઈઓના કઠણ પાશથી તેને શ્વાસ રૂંધાવા લાગ્યું. આંખ ઊંચે ચડી ગઈ. ન તણાઈને બહાર ઉપસી આવી. રોમે રોમ ખડું થઈ ગયું. લેહીનું ભ્રમણ અટકી જવા લાગ્યું. જીવન અને મૃત્યુને બે ઘડીનું જ છેટું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy