________________ 200 ભીમસેન ચરિત્ર - બે ચાર દિવસની મહેનત બાદ એ કામ પણ પૂર્ણ થઈ ગયું. શેઠ તો તેના આ કામ ને સફળતાથી ખુશ ખુશાલ થઈ ગયા. તેના કામને ધન્યવાદ આપ્યા. શાબાશી આપી. તેનો બરડે થાબડો. ભીમસેને ઘણી મહેનત બાદ અને સખ્ત પરિશ્રમ કરી તેણે આ રત્ન મેળવ્યાં હતાં. એ રત્નો પોતે જ રાખી લે તો પેઢી એની પેઢીઓનું દરિદ્ર ફાટી જાય. પરંતુ એણે આવી કોઈ મેલી ભાવના સેવી ન હતી. તેને તો કામમાં જ આનંદ અને સંતોષ હતો. શેઠ તેને જરૂરથી ચગ્ય મહેનતાણું આપશે જ એવી તેની શ્રદ્ધા હતી. આથી એ લાલચુ બન્યા વિના અને કંઈપણ જાતની અપ્રમાણિકતા સેવ્યા વિના એ તમામ રત્નો તેણે શેઠને આપી દીધાં. - શેઠને ભીમસેન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. તેમજ તેમના અંતરની ભાવના પણ નિર્મળ હતી. લહમીપતિ અને ધનસારના જેવા મનના તે મેલા ન હતા. તેમણે જ ભીમસેનને કીધું : “આ રત્ન લઈ તમે બાજુના ગામમાં જાવ. અને ઝવેરી બજારમાં જઈ તેને વેચી આવે. ' - ભીમસેન સુંદર કપડાં પહેરી અને જતનથી રત્નોને લઈ ગામમાં ગયો, ઝવેરી બજારની દુકાનોમાં જઈ ઊભો રહ્યો. એક ઝવેરીને એ બધાં રને બતાવ્યાં. બીજાને બતાવ્યાં. ત્રીજાને, ચોથાને એમ પાંચ છ જણ પાસે એ રોની કિંમત અંકાવી જોઈ. ઝવેરીઓએ પણ રત્નની ઉલટ સુલટ તપાસ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust