________________ સુશીલાને સંસાર 175 આખું કૃશ થઈ ગયું હતું. તેના ઉપર ઢાંકેલાં વસ્ત્રો બરાબર ન હતાં. ઘણી જગાએથી તે ફાટેલાં હતાં અને સુશીલાના એક વખતના અપ્રતિમ સૌન્દર્યની ચાડી ખાતાં હતાં. ભીમસેને જોયું. સુશીલા નહિ પણ સુશીલાનું જીવત હાડપિંજર સૂતું હતું. તેના હૈયાએ ભારે નિઃશ્વાસ નાખે. | દેવસેન અને કેતુસેનના દેહનું વર્ણન તો કહ્યું જાય તેવું નહોતું. બંનેનાં ડાચાં સાવ બેસી ગયાં હતાં. છાતીની એક એક પાંસળી ગણી શકાય તેવી હતી. ઉઘાડા શરીરે બંને ટૂંટીયું વાળીને સૂઈ રહ્યા હતા અને પવન સતત ફૂંકાઈ રહ્યો હતો. શિયાળાને ઠંડો પવન કેઈની પણ શરમ ભરે ? ઠંડી હવાથી બંને પ્રજી રહ્યા હતા. સુશીલાને દેહ પણ ઠંડીથી કાંપતો હતો. ત્યાં કેતુસેન ઝબકીને જાગી ઊઠી. “મા! મા !" એમ કહી રડવા લાગે. | કેતુના રડવાથી સુશીલા પણ જાગી ગઈ. દેવસેન પણ બેઠો થઈ ગએ. સુશીલાએ કેતુસેનને ગોદમાં લેતાં હાલથી પંપાળી પૂછયું : “શું થયું બેટા ! કેમ રડે છે ? મા! મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપને.” બેટા ! અત્યારે કંઈ ખવાય ? હજી તો રાત ઘણું બાકી છે. સવારે આપીશ હાં, સૂઈ જા મારા લાલ ! સૂઈ જા.” સુશીલાએ કેતુસેનને થાબડો. ના, મા ! તું જૂઠું બોલે છે. કાલે પણ તે એમ જ કીધું હતું. આજે સવારથી તે અત્યારસુધી તે મને કંઈ જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust