________________ 150 ભીમસેન ચરિત્ર અહી બેઠે છે ? તારી મુખમુદ્રા જોતાં લાગે છે તારા ઉપર ઘણું ઉપાધિ આવી પડી છે. શ છે ભાઈ ! જે હોય તે મને જણાવ. મારાથી બનતી સહાય હું તને જરૂર કરીશ.' આગતુકની આ સહદયતા જોઈ ભીમસેને પિતાના વિતકથા કહી સંભળાવી. એ કથાના એક એક શબ્દ પેલા આગંતુકના હૃદયને રડાવ્યું. અરેરે ! માનવીની આ દશા? જ નિષ્ફર છે ! વાત પૂરી થઈ એટલે આગંતુકે કીધું : “ભાઈ ! તારી વેદના ઘણી જ અસહ્ય છે. એ વેદના દૂર કરવા હું તને એક રસ્તો બતાવું છું. ત્યાં તું જા. તારી બધી જ નિર્ધનતા ત્યાં દૂર થઈ જશે. અહીથી બાર યોજન દુર પ્રતિષ્ઠાનપુર નામે નગર છે. એ નગરમાં ઘણું જ ધનાઢ અને ઉદાર પુરુષ રહે છે. એ નગર ઉપર અરિજય નામે રાજા રાજય કરે છે. એ રાજા ઘણે જ દયાળ અને પરોપકારી છે. તે દર છ મહિને પ્રજાના દુઃખ, દર્દ જાણવા બહાર નીકળે છે. અને અનેક દુઃખિયાઓને તે મદદ કરી તેમના ઉદ્ધાર કરે છે. જરૂરતવાળાને ધન આપે છે. ભૂખ્યાને અન્ન આપે છે. નવસ્ત્રાને વસ્ત્ર આપે છે, ઘરબાર વિનાને રહેઠાણ આપે છે. બેકારને નોકરી આપે છે. અપંગ અને અનાથનું રક્ષણ કરે છે. સાધુ અને સંતોની સેવા કરે છે. પિતાના કર્મચારીઓને તે ચગ્ય પારિતોષક આપે છે. જીવનનિર્વાહ માટે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust